વિપક્ષ હોબાળાને કારણે રાજ્યસભામાં રજૂ ન થયું ટ્રિપલ તલાક બિલ

By : krupamehta 03:27 PM, 10 August 2018 | Updated : 03:27 PM, 10 August 2018
નવી દિલ્હી: સંસદના મોનસૂન સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં લડાઇ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ટ્રિપલ તલાક બિલને રજૂ કરીને પાસ કરવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવતો હતો, તો કોંગ્રેસની આગેવાનીમાં સમૂચા વિપતક્ષ એનો વિરોધ કરી રહ્યું છે. વિપક્ષના હંગામાની આગળ સરકાર નમી ગઇ 
છે. હવે રાજ્યસભા બિલ સંસદના આવતા સત્રમાં જ રજૂ થઇ શકશે. 

શુક્રવારે જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થઇ કોંગ્રેસે રાફેલનો મુદ્દો ઊઠાવ્યો અને જોરદાર હંગામો કર્યો. ત્યારબાદ ઘણા વિપક્ષી દળોએ ટ્રિપલ તલાક બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો. હોબાળાના કારણે રાજ્યસભામાં બપોરે 2.3. સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી. 

ગુરુવારે જ મોદી કેબિનેટે આ બિલમાં સંશોધન કર્યા હતા, ત્યારબાદ હવે આ બિસ પાસ થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ વિપક્ષના વિરોધના કારણે બિલ રજૂ થઇ શક્યું નહીં. જણાવી દઇએ કે આ પહેલા કોંગ્રેસેઆ બિલમાં ઘણા પ્રકારની ખામી જણાવી હતી, ત્યારબાદ બિલને સંશોધિત કરવામાં આવ્યું છે. 

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે શુક્રવારે પ્રાઇવેટ બિલો પર ચર્ચા થાય છે તો એવામાં સરકાર ટ્રિપલ તલાક બિલ કેવી રીતે લાવી શકે છે. સરકારે આ દરમિયાન રાજ્યસભામાં સંશોધઘિત બિલની કોપી સભ્યોને વહેંચી. 

ટ્રિપલ તલાક બિલ પર રણનીતિને લઇને ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારની ઓફિસે બેઠક બોલાવી. ત્યારબાદ પણ અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓની સાથે વિપક્ષને સાધવાની રણનીતિ પર બેઠક કરી. 

જણાવી દઇએ કે નવા બિલમાં ટ્રિપલ તલાકના મામલેને બિન જામીનપાત્ર ગુનો તો માનવામાં આવ્યો છે પરંતુ સંશોધનના હિસાબથી હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશે. Recent Story

Popular Story