બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Trible ST seat BTP Chotubhai Vasava lost, BJP Ritesh Kumar won
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવખત ભાજપનો ઝંડો લહેરાયો છે ત્યારે આદિવાસી સીટો ભાજપ માટે પડકારરૂપ રહી છે. ત્યારે નવી એન્ટ્રી મારનાર ગુજરાતની ત્રીજી મોટી પાર્ટીએ પણ આદિવાસી ગઢમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે. આદિવાસી સમુદાયનાં સૌથી મોટાં નેતા છોટૂભાઇ વસાવા અને તેમની બનાવેલી પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટી BTPનો હાલ બેહાલ થયો છે.
છોટૂભાઇ વસાવા જ આઉટ?
ગુજરાતમાં આદિવાસીની મોટી સીટ મનાતાં ઝગડિયાથી છોટૂભાઇની જીત પાક્કી ઘણવામાં આવતી હોય છે. છોટૂભાઇ વસાવા 1990થી જ આ સીટનાં વિધાયક રહી ચૂક્યાં છે. 2017માં તેમણે પોતાની નવી ભારતીય આદિવાસી પાર્ટી બનાવી હતી અને જીત પણ મેળવી હતી. 2022માં તેમનું નામ તેમના ગઢની બહાર ગયું છે અને તેમને ટક્કર આપવાવાળી પાર્ટી બીજી કોઇ નહીં પરંતુ ભાજપ જ છે. 2020માં BTP એ ઔવેસી સાથે ગઠબંધન રચ્યું હતું જે 2022 સુધી રહ્યું.
ADVERTISEMENT
ભાજપે મેળવી ઝગડિયામાં જીત
2022ની આ ચૂંટણીમાં ઝઘડિયા સીટથી અપક્ષ (BTP) મેદાનમાં ઊતર્યા હતાં જે ભાજપથી 23,500 વોટનાં અંતરથી હાર્યાં છે. અપક્ષનાં ઉમેદવારને 66,433 વોટ મળ્યાં છે તો તેમના પ્રતિદ્વંદિ બીજેપીનાં રિતેશ કુમારે 89,933 વોટથી જીત મેળવી છે. આ સીટ પર આમ આદમી પાર્ટીનાં ભગત મુકેશભાઇ 19,722 વોટની સાથે ત્રીજાં સ્થાન પર છે. અને BTPનાં નેતા છોટૂભાઇ વસાવાની ચોંકાવનારી હાર થઇ છે.
દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી
ભારતીય આદિવાસી પાર્ટીનો બીજો ગઢ દેડિયાપાડા બેઠક છે જ્યાં BTPનાં બહાદુરસિંહ વસાવાએ 2,991 વોટ મેળવ્યાં છે જે NOTAનાં આંકડા 2,974થી થોડાં જ વધારે છે. પરંતુ બીજી તરફ ગુજરાત માટે નવી એન્ટ્રી આમ આદમી પાર્ટી ચૈત્ર વસાવાએ 40,282 વોટનાં મોટા માર્જિનથી જીત મેળવી છે. તેમને કુલ 1,03,433 વોટ મળ્યાં હતાં. બીજેપીનાં હિતેશકુમાર વસાવા બીજાં નંબર પર છે. બીજેપીને આ સીટ પરથી 63,151 વોટ પ્રાપ્ત થયીમ છે જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર જરમાબેન વસાવાને 12,587 વોટ પ્રાપ્ત થયાં છે.
ADVERTISEMENT
હેડલાઈન્સમાં રહી ઝઘડિયા બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખેત ઝઘડિયા બેઠક હેડલાઈન્સમાં રહી હતી. આ બેઠક પર ચૂંટણી પહેલા વસાવા પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો હતો. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો હતો. બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે બાદ છોટુ વસાવાએ આ બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, બાદમાં ઝઘડિયા બેઠક પરથી BTP ઉમેદવાર મહેશ વસાવાએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું.
ADVERTISEMENT
ટિકિટને લઈને સામે આવ્યો હતો કકળાટ
ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુ વસાવાનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો હતો. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો હતો બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ADVERTISEMENT
ઝઘડિયા બેઠક છોટુભાઈ વસાવાના દબદબો
ઝઘડિયા બેઠક વિશે વાત કરીએ તો આ બેઠક પર સતત 7 ટર્મથી એટલે કે 1990થી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે. દબંગ નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા પહેલા જનતા દળ (JD)ની ટિકિટ પરથી ચૂંટણી લડતા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા છોટુ વસાવાએ અચાનક જનતા દળમાંથી પોતાનો છેડો ફાડી લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ની રચના કરી હતી અને 2017ની ચૂંટણી BTPમાંથી લડ્યા હતા અને જીત્યા હતા.
ADVERTISEMENT
ઝઘડિયા બેઠક પર મતદારો
કુલ મતદારો - 2,58,751
પુરુષ મતદારો - 1,31,341
મહિલા મતદારો - 1,27, 403
અન્ય - 7
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.