બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / અજબ ગજબ / Touching is also dangerous, if you take a bath by mistake, you will be in trouble, know why this river is called cursed?

ગજબ / ભૂલથી પણ આ નદીમાં ન્હાવા પડ્યા તો ગયા કામથી, સ્પર્શ કરવો પણ ખતરનાક! કહેવાય છે શાપિત રિવર

Megha

Last Updated: 01:56 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મનાશા નદી બિહારના કૈમુર જિલ્લામાંથી નીકળે છે. આ નદીની કુલ લંબાઈ લગભગ 192 કિલોમીટર છે. તે મોટાભાગે ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.

  • કર્મનાશા નદી તેના નામ પ્રમાણે બદનામ છે
  • આ નદીના પાણીનો ઉપયોગ કરતા લોકો ડરે છે
  • કર્મનાશાની સ્ટોરી રાજા હરિશ્ચંદ્રના પિતા સત્યવ્રત સાથે જોડાયેલી

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ નદીમાં લોકો એટલે નથી ન્હાતા કારણ કે કંઈ અશુભ ન થઈ જાય ? કોઈ નદીનું પાણી લોકો એટલે ઉપયોગ નથી કરતા કે તેમના બધા સારા કર્મો નષ્ટ ન થઈ જાય અને લોકો અપવિત્ર ન થઈ જાય. તમે કહેશો શું આવુ પણ થાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ સ્ટોરી નથી પરંતુ સત્ય હકીકત છે. 

જો તમે દિલ્હીથી પટના સુધી ટ્રેનમાં મુસાફરી કરો છો તો બક્સર નજીક નદી પર તમારી નજર પડી હશે.   ઉત્તર પ્રદેશથી બિહારમાં પ્રવેશતી વખતે દરેક ટ્રેન આ નદી પરથી પસાર થાય છે. આ નદીનું નામ કર્મનાશા છે. કર્મનાશા નદી તેના નામ પ્રમાણે બદનામ છે. બે શબ્દો કર્મ અને નાશથી બનેલી આ નદીનું નામ એટલા માટે પડ્યું છે કારણ કે તેની સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

કર્મનાશાને લઈ પૌરાણિક કથા 
કર્મનાશાની સ્ટોરી રાજા હરિશ્ચંદ્રના પિતા સત્યવ્રત સાથે જોડાયેલી છે. માનવામાં આવે છે કે સત્યવ્રત મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્રની વચ્ચે દુશ્મનાવટનો ભોગ બન્યા હતા. વાસ્તવમાં સત્યવ્રત પોતાના શરીર સાથે સ્વર્ગમાં જવા માંગતા હતા. જ્યારે તેમણે તેમના ગુરુ મહર્ષિ વશિષ્ઠને તેમની ઇચ્છા વિશે જણાવ્યું ત્યારે મહર્ષિ વશિષ્ઠે આ પ્રકારનું વરદાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. સત્યવ્રતે આ ઈચ્છા મહર્ષિ વિશ્વામિત્ર સમક્ષ વ્યક્ત કરી. મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ વચ્ચે જૂની દુશ્મનાવટ હતી. એટલે મહર્ષિ વિશ્વામિત્રને ખબર પડી કે મહર્ષિ વશિષ્ઠે સત્યવ્રતને ના પાડી દિધી છે, તો તેમણે તરત જ સત્યવ્રતને પોતાની તપસ્યાની શક્તિથી શરીર સાથે સ્વર્ગમાં પહોંચાડી દિધા હતા.

કથાઓમાં સાંભળી કર્મનાશાનો થવા લાગ્યો બહિષ્કાર
આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી. સત્યવ્રતનું શરીર સ્વર્ગમાં પહોંચતા જ ઇન્દ્રદેવ નારાજ થયા હતા. તેમણે શ્રાપ આપી સત્યવ્રતને પૃથ્વી પર પાછા મોકલી દીધા. પરંતુ મહર્ષિ વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળથી સત્યવ્રતને પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જ રોકી દીધા હતા. સત્યવ્રત વચ્ચે જ અટકી ગયા એટલે તેમને ત્રિશંકુ કહેવામાં આવ્યા. સત્યવ્રતને પહેલા જ મહર્ષિ વશિષ્ઠે ચાંડાલ બનવાનો શ્રાપ આપ્યો હતો. હવે સત્યવ્રતનું માથું નીચેની તરફ લટકી રહ્યું હતું તેથી તેમના મોંઢાથી સતત પડતી લાળથી નદીનું રૂપ ધારણ કરી લીધુ. આ નદી કર્મનાશા નદી કહેવામાં આવી. જેના પાણીનો ઉફયોગ કરતા લોકો ડરે છે. આ માન્યતા અને મિથક આ નદી વિશે લોકો આજ સુધી માનતા આવ્યા છે.

કર્મનાશા નદી બિહારના કૈમુર જિલ્લામાંથી નીકળે છે. આ નદીની કુલ લંબાઈ લગભગ 192 કિલોમીટર છે. તે મોટાભાગે ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, બિહારમાં તેનો પ્રવાહ ઓછો છે. બક્સર નજીક કર્મનાશા ગંગામાં મળી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ