બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:59 PM, 20 September 2022
ADVERTISEMENT
મોહાલીમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ વિજયી શરુઆત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત તરફથી મળેલા 209 રનનો ટાર્ગેટ 6 વિકેટમાં પુરો કરીને મેચ જીતી લીધી હતી અને 3 મેચની સિરિઝમાં 1-0થી આગળ થયું હતું. 209 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરુઆત પણ તોફાની રહી હતી. ઓસ્ટ્રેલિયના કેપ્ટન એરોન ફિંચ, કેમરુન ગ્રીન, સ્ટીવ સ્મિથ અને છેલ્લી ઓવરમાં મૈથ્યુ વેડે જોરદાર જોરદાર ઈનિંગ કરીને ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલિયા સામેની ટી20નો સૌથી મોટો સ્કોર ખડક્યો હતો તેમ છતાં તેનો પરાજય થયો હતો.
Mohali T20I: India lose to Australia by four wickets. Australia take 1-0 lead in three-match T20I series. pic.twitter.com/Ju5GgyKNX3
— ANI (@ANI) September 20, 2022
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે કર્યા સૌથી વધારે રન
પહેલા બેટિંગ કરીને ટીમ ઈન્ડીયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન કર્યાં હતા. આજની ટી20માં કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાં ઓસ્ટ્રેલિયન બોલરનો દમ કાઢી નાખ્યો હતો. રાહુલે 55 રન કર્યાં હતા. તેના આઉટ થયા પછી આવેલા હાર્દિક પંડ્યાએ છેલ્લી પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયન બોલર છક્કા છોડાવી દીધા હતા. હાર્દિકે ફક્ત 30 બોલમાં 71 રન કરીને ટીમ ઈન્ડીયાને 208 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
છેલ્લી બે ઓવરમાં 18 રનની જરૂર હતી
17મી ઓવરમાં હર્ષલ પટેલે 22 રનની લૂંટ ચલાવી છે અને અહીં મેચ ભારતના હાથમાંથી જતી રહે તેવું લાગી રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાને હવે માત્ર છેલ્લી 2 ઓવરમાં 18 રનની જરુર હતી.
બોલરોએ ટીમ ઈન્ડિયાનું વહાણ ડૂબાવ્યું, અક્ષર પટેલે ઝડપી 3 વિકેટ
આ મેચમાં ભારતીય બોલર કાચા પડ્યાં હતા. ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 52 રન આપ્યા હતા અને કોઇ વિકેટ લીધી ન હતી. યુઝવેન્દ્ર ચહલની પણ આવી જ હાલત હતી, જેણે માત્ર 3.2 ઓવરમાં 42 રન લીક કરી દીધા હતા. જ્યારે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા હર્ષલ પટેલે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. અહીં માત્ર એક અક્ષર પટેલ સફળ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 17 રન આપ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 23 સપ્ટેમ્બરે નાગપુરમાં
હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 23 સપ્ટેમ્બરે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.