બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / tomorrow PM Modi will launch Sabar Dairy project worth 1030 crores

માદરે વતન / આવતીકાલે PM મોદી ગુજરાતના આંગણે, સાબર ડેરીના 1030 કરોડની કિંમતના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

Last Updated: 09:31 AM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતરફ હાલ સમગ્ર ગુજરાતની નજર બોટાદના લઠ્ઠાકાંડ પર છે. એવામાં આવતીકાલે PM મોદી ગુજરાત આવશે. સવારના 10 કલાકે PM મોદી ગુજરાત પહોંચશે.

  • PM મોદી આવતીકાલે આવશે ગુજરાતના પ્રવાસે
  • સાબર ડેરીના પ્લાન્ટની PM મોદી મુલાકાત લેશે
  • 305 કરોડના ખર્ચે બનેલા પાવડર પ્લાન્ટનું કરશે લોકાર્પણ

મહત્વનું છે કે, વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે છે. ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર છેલ્લાં કેટલાંક દિવસથી અનેક દિગ્ગજ રાજકીય નેતાઓના ધામા જોવા મળી રહ્યાં છે. ત્યારે આવતીકાલે સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની PM મોદી મુલાકાત લેશે.

305 કરોડના ખર્ચે બનેલા પાવડર પ્લાન્ટનું PM મોદી લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે. 600 કરોડના ખર્ચે બનનારા ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરશે. એ સિવાય PM મોદી જંગી જનસભાને પણ સંબોધન કરશે. જો કે, આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ચેન્નાઈ જવા રવાના થશે.

સાંબરકાંઠામાં ત્રણ દિવસનો પ્રતિબંધ

વધુમાં તમને જણાવી દઇએ કે, આવતી કાલે PM મોદી સાંબરકાંઠાની મુલાકાતે હોવાથી સાબર ડેરી, ગઢોડા અને આસપાસની ૩ કિમીની ત્રિજ્યામાં સમગ્ર વિસ્તારમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જમીનથી આકાશ તરફ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા ડ્રોન અને સિન્થેટીક પ્લાસ્ટિક તેમજ કપડા હાથમાં ફરકાવવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લા કલેક્ટરે સલામતી અને સુરક્ષા માટે ત્રણ દિવસ માટેનું આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 26 જુલાઈથી 28 જુલાઈ સુધી અમલમાં રહેશે.

પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં 13 પ્લાન્ટ કાર્યરત

તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં દૂધની અલગ-અલગ બનાવટો માટે 13 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે એવામાં બીજી તરફ સાબર ડેરી દ્વારા નવીન બે પ્લાન્ટોનું PM મોદીના હસ્તે લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવાનું હતું.

Koo App
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 28 જુલાઈના રોજ સાબર ડેરીના રૂ.૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાર્પણ અને રૂ.૬૦૦ કરોડના ખર્ચે તૈયાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે... વડાપ્રધાનશ્રી જિલ્લાની પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે... ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ... @pmoind @CMOGujarat @amul_coop @BhupendraPatel #Gujarat #Narendramodi #gujaratinformation - Gujarat Information (@infogujarat_) 27 July 2022

મહત્વનું છે કે, હાલના સમયમાં સાબર ડેરીસાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. છેલ્લા 58  વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. સાબર ડેરીના કારણે પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

pm modi gujarat visit sabar dairy sabar dairy projects પીએમ નરેન્દ્ર મોદી સાબર ડેરી pm modi gujarat visit
Dhruv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ