Today 151 buses have been launched by CM Bhupendra Patel at Gandhinagar ST depot, Harshbhai Sanghvi was also present in this program
ગાંધીનગર /
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 ST બસોનું લોકાર્પણ, ખાસિયતો જાણી ચોંકી જશો, ગૃહમંત્રીએ કહ્યું ઉંમરલાયક લોકોને...
Team VTV11:03 AM, 13 Feb 23
| Updated: 11:09 AM, 13 Feb 23
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં 16 કરોડના ખર્ચે તૈયાર 40 સ્લીપર કોચનું અને 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 ST બસોનું લોકાર્પણ
ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેનટ સીસ્ટમનું પણ લોકાર્પણ
આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરીનો સમાવેશ
ST ડેપો ખાતે નવીન બસોના લોકાર્પણ અંગે હર્ષ સંઘવીનું નિવેદન
આજે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ST ડેપો ખાતે નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરીનો સમાવેશ થાય છે. સલામતીના નિર્ધારીત ધોરણ બસ બોડી કોડ AIS-052 અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 કરોડના ખર્ચે તૈયાર 40 સ્લીપર કોચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કમ્પ્યુટર બેઝ્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું
આ ઉપરાંત મુખ્યમંત્રી એ કમ્પ્યુટર બેઝ્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રકારની એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ રેલવે અને એરપોર્ટ પર થાય છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો પુછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના રુટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની જાણકારી મેળવી શકશે. જણાવી દઈએ કે કંડક્ટર દ્વારા બસની નોંધણી આરએફઆઈડી કાર્ડ સ્વાઈપ કરવાથી ઓટોમેટિક થઈ જશે, તથા જે તે રુટની નોંધણી કમ્પ્યુટર સોફ્ટવેર બેઝ થવાથી રિઅલ ટાઈમ ઈન્ફર્મેશન મળી શકશે.
ST ડેપો ખાતે નવીન બસોના લોકાર્પણ અંગે હર્ષ સંઘવીનું નિવેદન
ગાંધીનગર ST ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપનાર રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ વિશે વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'નાગરિકો માટે સવારીમાં વધુ બસનો ઉમેરો થયો છે. તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળશે. આ નવી બસો એવી છે જેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો એ ન ઢોળાય, ઉમરલાયક લોકોને ઝટકા ન લાગે તેવી બસો છે. આ 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. તબક્કાવાર 150-150 બસો શરૂ થશે.'
આવનાર દિવસોમા તીર્થસ્થાનોને જોડવા બસોનું નેટવર્ક શરૂ થશે
આ વિશે આગળ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'ગુજરાતના CMએ સામાન્ય નાગરિકો માટે સુવીધા આપી છે. ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર અંબાજી છે, હાલ અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવ ચાલી રહ્યો છે અને વડીલો પરિવાર સાથે દર્શન કરી શકે માટે બસના ભાડામા 75 ટકા રાહત આપી છે. પ્રથમ દિવસે અંબાજીમાં 54 હજાર લોકોએ દર્શન કર્યા હતા અને આવનાર દિવસોમા તીર્થસ્થાનોને જોડવા બસોનું નેટવર્ક શરૂ થશે. આ સાથે જ વિદ્યાર્થીઓને કોલેજ કે શાળામાં જવા મુશ્કેલી ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જણાવી દઈએ કે લોકાપર્ણ કરવામાં આવેલ એક લક્ઝરી બસની કિંમત રૂપિયા 32.58 લાખ અને એક સ્લીપર કોચ બસની કિંમત રૂપિયા 39.88 લાખ છે. કયા શહેરને કેટલી બસ મળી?
નોંધનીય છે કે અમદાવાદને 12, અમરેલીને 4, ભુજને 6, વલસાડને 6, ભરૂચને 2, બરોડાને 6, ભાવનગરને 10, ગોધરાને 10, હિંમતનગરને 8, જામનગરને 6, જુનાગઢને 10, મહેસાણાને 13, નડિઆદને 4, પાલનપુરને 6, રાજકોટને 2 અને સુરતને 6 બસો મળશે.જો સ્લીપર કોચ બસોની વાત કરી તો અમદાવાદને 2, અમરેલીને 2, ભુજને 4, વલસાડને 2, બરોડાને 22, ભાવનગરને 2, ગોધરાને 2, હિંમતનગરને 2, જામનગરને 2, જુનાગઢને 4, મહેસાણાને 7, નડિઆદને 2, પાલનપુરને 4, રાજકોટને 2, સુરતને 2 બસો આપવામાં આવશે.