બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / TMC leader Abhishek Banerjee challenges Home Minister Amit Shah, says Tripura will snatch BJP from BJP in one and a half year

નિવેદન / ED ની કાર્યવાહી બાદ મમતા-અભિષેકના 'ડબલ એટેક' અમિત શાહને કહ્યું હિંમત હોય તો...

Hiralal

Last Updated: 05:04 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલસા કૌભાંડમાં ઈડીનું સમન મળ્યા બાદ ટીએમસી સાંસદ અને મમતાના ભત્રીજા અભિષેક બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું

  • ટીએમસી સાંસદ અભિષેક બેનરજીના અમિત શાહ પર પ્રહાર
  • ટીએમસીને ત્રિપુરામાં પણ વિજય મળવાનો છે
  • અમિત શાહમાં તાકાત હોય તો ટીએમસીને રોકી દેખાડે
  • કોલસા કૌભાંડમાં અભિષેકને હાજર થવાનું ઈડીનું ફરમાન છે 
  • ઈડીનુ સમન મળતા અભિષેક બેનરજીએ કર્યાં પ્રહાર

કોલસા કૌભાંડમાં 6 સપ્ટેમ્બરે હાજર થવાનું ઈડી તરફથી સમન મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા મમતાએ કહ્યું કે ટીએમસીને ત્રિપુરામાં પણ વિજય મળવાનો છે, અમિત શાહમાં તાકાત હોય તો ટીએમસીને રોકી દેખાડે. 

સરકાર ઈડી અને સીબીઆઈ દ્વારા ડરાવવાનો પ્રયાસ કરી રહી છે 
એક કાર્યક્રમને સંબોધિત કરતા અભિષેક બેનરજીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ઈડી અને સીબીઆઈ દ્વારા અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમે ભયભીત થવાના નથી. તેમણે કહ્યું કે ઈડી અને સીબીઆઈને અમારી પાછળ લગાડી દેવામાં આવી છે. અમિત શાહને પડકાર આપતા તેમણે કહ્યું કે કોઈ માના લાલમાં હિંમત હોય તો અમને રોકીને દેખાડે. આ બંગાળની માટી છે અહીં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવી હસ્તીઓ પેદા થઈ છે.

ત્રિપુરામાં ટીએમસીને જીત થવાની છે, અમિત શાહમાં તાકાત હોય તો રોકી દેખાડે 

અભિષેક બેનરજીએ કહ્યું કે જે પણ રાજ્યમાં લોકશાહીની હત્યા થઈ રહી છે તે રાજ્યોમાં ટીએમસી જશે અને લોકોની લડાઈ લડતી રહેશે. જો ભાજપને એવું લાગતું હોય તો અમે અટકી જશું તો હું તેમને કહેવા માગું છું કે અમે કોઈનાથી ડરવાના નથી. તેમણે કહ્યું કે જે પણ રાજ્યમાં ટીએમસી પ્રવેશ કરશે, હું અમિત શાહને પડકાર આપું છું કે તેને રોકી દેખાડો, અમે ત્રિપુરા જીતી લઈશું. 

ભાજપ અમારી સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યો છે
સીએમ મમતાએ બેનરજીએ જણાવ્યું કે ભાજપ અમારી સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યો છે. પોતાની સામે રાજકીય લડાઈ લડવાનો પડકાર આપતા મમતાએ જણાવ્યું કે તમે શા માટે અમારી સામે ઈડીનો ઉપયોગ કરી રહ્યાં છો. તમારા પ્રહારની સામે અમે આકરો જવાબ આપીશું. અમને લડતા આવડે છે. અમને ગુજરાતના ઈતિહાસની ખબર છે. 

મમતાએ કહ્યું કે કૌલસા કૌભાંડમાં ભ્રષ્ટાચાર બદલ ટીએમસી સામે આંગળી ઉઠે શકે તેવું કોઈ પણ કારણ નથી. આ કેન્દ્ર સરકારનું કૌભાંડ છે. તેના મંત્રીઓનું શું. બંગાળના આસનસોલ પ્રદેશમાં કૌલસાની ખાણોની લૂંટ ચલાવનાર ભાજપ નેતાઓની સામે શું પગલાં ભરશો. 

ઉલ્લેખનીય છે કે ટીએમસીના સ્થાપના દિવસે જ ઈડીએ ટીએમસી સાંસદ અને મમતાના ભત્રીજા અભિષેક બેનરજીને કોલસા કૌભાંડમાં 6 સપ્ટેમ્બરે રુબરુ હાજર થવાનું ફરમાન પાઠવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ