બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / those sign in feet can be singns of increasing high cholesterol causes heart attack

સાવધાન / પગમાં ભૂલથી પણ દેખાય છે આ 3 સંકેત, તો એલર્ટ! મોડું કરવા પર આવી શકે છે હાર્ટ એટેક

Arohi

Last Updated: 09:52 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack: શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવુ એક ગંભીર સમસ્યા છે જે તમારા હાર્ટને રોગ, નસોના રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બનાવી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી અમુક સંકેત જોવા મળે છે જેને ઓળખીને તમે આ બીમારીઓને વધવાથી રોકી શકો છો.

  • શરીમાં કોલેસ્ટ્રોલ વધવું ગંભીર સમસ્યા 
  • તેનાથી થઈ શકે છે જીવલેણ બીમારીઓ 
  • પગમાં આવા સંકેત દેખાય તો ચેતી જજો 

હાઈ કોલેસ્ટ્રોલની બીમારી એક સાઈલેન્ટ કિલરની જેમ હોય છે જે ધીરે ધીરે વ્યક્તિને મારે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થ હોય છે જે શરીરમાં કોષો અમુક હોર્મોન અને વિટામિન ડી બનાવવા માટે જરૂરી હોય છે. 

પરંતુ જો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર 200 મિલીગ્રામ પ્રતિ ડેસી લીટર વધી જાય તો તે વ્યક્તિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ વધારે સમય સુધી રહે છે તો તે હૃદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. 

ચુપચાપ વધતુ રહે છે હાઈ કોલેસ્ટ્રોલ 
ઉચ્ચ કોલેસ્ટ્રોલનો સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પડે છે કારણ કે તેની ઓળખ મોડેથી થાય છે. હાઈ કોલેસ્ટ્રોલના શરૂઆતી લક્ષણ ખૂબ જ હલ્કા હોય છે જેના પર વ્યક્તિ વધારે ધ્યાન નથી આપી શકતું. 

આજ કારણે આ શરીરમાં ધીરે ધીરે વધતુ રહે છે અને જ્યારે તેની જાણકારી મળે છે ત્યાં સુધી શરીરને ભારે નુકસાન થઈ ચુક્યું હોય છે. જોકે જો સાવધાની રાખવામાં આવે અને ધ્યાન રાખવામાં આવે તો હાઈકોલેસ્ટ્રોલના અમુક લક્ષણોની સરળતાથી ઓળખ કરી શકાય છે. 

ક્લાડિકેશન 
ક્લાઉડિકેશન લોહીના પ્રવાહમાં કમીના કારણે થતો દુખાવો છે જે હાઈ કોલેસ્ટ્રોલના સૌથી મહત્વપૂર્ણ લક્ષણોમાંથી એક છે. આ સ્થિતિ પગના મસલ્સમાં દુખાવો, સોજો અને થાક ઉભો કરે છે. 

તે મોટાભાગે એક નિશ્ચિત દૂરી ચાલ્યા બાદ થાય છે અને થોડા સમય આરામ કર્યા બાદ દુખાવો દૂર પણ થઈ જાય છે. ક્લાઉડિકેશનનો દુખાવો મોટાભાગે પગ, થાપા, જોઈન્ટ્સ, કુલ્હા અને પગમાં અનુભવાય છે.

પગનું ઠંડુ પડવું 
આ હાઈ કોલેસ્ટ્રોલનો વધુ એક સંકેત છે. જો વધારે તાપમાનમાં પણ તમારા પગમાં ઠંડક અને ધ્રુજારી આવે છે તો આ પેરિફેરલ આર્ટરી ડિસીસનો સંકેત હોઈ શકે છે. બની શકે છે કે આ સ્થિતિ શરૂમાં તમને પરેશાન કરી શકે પરંતુ જો આ લાંબા સમય સુધી રહે છે તો તેમાં વધારે મોડુ ન કરો અને પોતાના ડોક્ટર પાસે તેની તપાસ કરાવો. 

પગની ત્વચાના રંગ અને બનાવટમાં ફેરફાર 
હાઈ કોલ્સ્ટ્રોલના કારણે નસોમાં પ્લાક જમા થવા લાગે છે જે લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે. જ્યારે અમુક જગ્યાઓ પર લોગીની આપૂર્તિ ઓછી થાય છે તો તે ખાસ અંગના સમગ્ર કાર્ય અને ત્વચાની બનાવટને પ્રભાવિત કરે છે. એવામાં જો તમે પોતાના પગની ત્વચાના રંગ અને બનાવટમાં કંઈ ફેરફાર જોવો છે અને તેના પાછળ કોઈ કારણ નથી મળી રહ્યું તો સંભવ છે કે આવું હાઈ કોલેસ્ટ્રોલના કારણે થઈ રહ્યું હોય.

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Feet Heart attack high cholesterol હાર્ટ એટેક heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ