બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / This South heroine will be seen in the Hindi remake of the Gujarati film 'Vash' with Ajay Devgan and R Madhavan.

મનોરંજન / ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિંદી રિમેકમાં સાઉથની આ હિરોઈનની એન્ટ્રી, અજય દેવગણ અને આર માધવન સાથે શેર કરશે સ્ક્રીન

Megha

Last Updated: 01:09 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિંદી રિમેક બનવા જઈ રહી છે અને એ ફિલ્મમાં અજય દેવગણ અને આર માધવન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. સાથે જ આ હિરોઈન મેઇન રોલ પ્લે કરશે.

  • ગુજરાતી ફિલ્મ 'વશ'ની બનશે હિંદી રિમેક
  • 'વશ'ની રિમેકમાં જોવા મળશે સાઉથની આ હિરોઈન
  • રિમેકમાં જોવા મળશે અજય દેવગણ અને આર માધવન

છેલ્લા ઘણા સમયથી બૉલીવુડમાં અલગ અલગ રિજિયન સિનેમાની ફિલ્મોની હિંદી રિમેક બનાવતુ આવ્યું છે એવામાં થોડા દિવસ પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિંદી રિમેક બનવા જઈ રહી છે અને એ ફિલ્મમાં અજય દેવગણ અને આર માધવન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. 

ગુજરાતી ફિલ્મ 'વશ'ની બનશે હિંદી રિમેક
આ બંને સ્ટાર બંને ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેકમાં સાથે જોવા મળવાના છે અને રિપોર્ટ અનુસાર ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરશે. ચાહકો બંનેને સાથે જોવા માટે ઉત્સુક છે. અજય દેવગણ ફરી એકવાર હોરર-થ્રિલર શૈલીમાં પરત ફરવા માટે તૈયાર છે. આ સાથે જ ફિલ્મ જોવા માટે દરેક ગુજરાતી પણ ખૂબ ઉત્સુક છે. 

'વશ'ની રિમેકમાં જોવા મળશે સાઉથની આ હિરોઈન 
હવે એક એવા સમાચાર આવી રહ્યા છે જે ફેન્સનો ઉત્સાહ વધુ વધારશે. રિપોર્ટ અનુસાર અજય અને માધવનની ફિલ્મમાં સાઉથ ઇન્ડસ્ટ્રીની હિરોઈન જ્યોતિકાને લીડ એક્ટ્રેસ તરીકે એન્ટ્રી કરવામાં આવી છે.  અજય દેવગણની બહુપ્રતીક્ષિત સુપરનેચરલ હોરર થ્રિલરમાં આર માધવનને સાઇન કરવાની જાહેરાત કર્યા પછી, નિર્માતાઓએ હવે ફિલ્મની મહિલા લીડની જાહેરાત કરી છે. આજે નિર્માતાઓએ જાહેરાત કરી કે સાઉથ અભિનેત્રી જ્યોતિકા વિકાસ બહલના નિર્દેશનમાં જોડાઈ છે અને તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. 

'વશ'ની રિમેકમાં જોવા મળશે અજય દેવગણ અને આર માધવન
એ વાત નોંધનીય છે કે 'કૈથી' અને 'દ્રશ્યમ'ની રિમેક બાદ અજય દેવગણ હવે આર માધવન સાથે નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. વર્ષ 2023માં રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક બનવા જઈ રહી છે. ફિલ્મ 'વશ' એક સાયકોથ્રિલર કેટેગરીની છે જે હવે હિન્દીમાં રિલીઝ થશે. આ આગામી ફિલ્મમાં આર માધવન પણ પહેલીવાર અજય દેવગણ સાથે જોવા મળશે. અજય દેવગણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ભોલા'એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો પરંતુ અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ 2' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

અજય દેવગણ ફિલ્મ 'વશ'ની રિમેક પ્રોડ્યુસ પણ કરશે
જણાવી દઈએ કે અજય દેવગણ ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક પ્રોડ્યુસ પણ કરશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મની રીમેકનું શૂટિંગ મુંબઈ, મસૂરી અને લંડનમાં થશે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ બોક્સ ઓફિસ પર 'દ્રશ્યમ 2' કરતા વધુ સારો બિઝનેસ કરી શકે છે. 

ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આર માધવન અને અજય દેવગણની આગામી ફિલ્મ વિશે જાણકારી આપી છે. તેણે લખ્યું, 'માધવન અજયની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ સાથે જોડાયો છે. વિકાસની સુપરનેચરલ થ્રિલરમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે અને ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ