these players were senior players in indian cricket team now career ended after t20 worldcup
ક્રિકેટ /
એક સમયે જોરદાર ખેલાડી મનાતા હતા, હવે કોઈ ભાવ નથી પૂછતું, આ ખેલાડીઓના કરિઅર ખલાસ થવાને આરે
Team VTV03:52 PM, 21 Oct 21
| Updated: 03:54 PM, 21 Oct 21
ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળવું એ અથાક પરિશ્રમ અને દૈવની વાત છે. કેટલાય ખેલાડીઓ છે જે એક બે મેચ રમીને ઓઝલ થઈ ગયા. આ t20 વર્લ્ડકપ બાદ વધુ કેટલાક ખેલાડીઓના કરિઅર ખતમ થઈ જશે
ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થવા સુધીની સફર હવે હવે ગમે તેવા ધુરંધર ખેલાડી માટે પણ અઘરી થઈ ગઈ છે. ટી20 વર્લ્ડ કપની ટીમ સિલેકટ થયા બાદ કેટલાક ખેલાડીઓ માથે અભ ફાટી પડ્યું હતું. કેટલાક ખેલાડીઓ માટે આ આખરી તક હતી માટે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેઓને તક મળવાની શક્યતા હવે નહિવત થઈ ગઈ છે.
હવે ટીમમાં સતત સારું પરફોર્મ કરીને પોતાનું બેસ્ટ આપવું જ પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જે ખેલાડી સતત સારું પરફોર્મ ન કરતો તેને ટીમમાંથી બહારનો દરવાજો બતાવી દેવામાં આવે છે.
એક સમયે ટીમના રેગ્યુલર પ્લેયર્સ માનવામાં આવતા બે ખેલાડીઓનું હવે કરિયર ખલાસ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
1) કુલદીપ યાદવ
એક સમયે ચાઈનામેન કુલદીપ યાદવને કન્વિનસિંગ બોલર માનવામાં આવતો હતો. તેની અને યુઝવેન્દ્ર ચહલની જોડી ભારતીય ટીમ માટે કમાલ કરવામાં સફળ પણ થઈ હતી.
પરંતુ જ્યારે ટી 20 વર્લ્ડ કપ 2021 નજીક આવ્યો ત્યારે કુલદીપ ભારતીય ક્રિકેટ ટીમની બહાર થઈ ગયો હતો. ખરા અર્થમાં, કુલદીપની કારકિર્દીનું કાઉન્ટડાઉન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ પછી જ શરૂ થયું હતું. કુલદીપ યાદવને ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જ્યારથી મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે ત્યારથી કુલદીપનું ટીમમાં ચલણ ઢીલું પડી ગયું છે. કુલદીપની બોલિંગની ચમક ઝાંખી પડી ગઇ હતી. કુલદીપ યાદવે ટીમ ઇન્ડિયા માટે 23 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 14.21 ની સરેરાશ અને 7.15 ની ઇકોનોમી રેટથી 41 વિકેટ લીધી છે. તેનો શ્રેષ્ઠ બોલિંગ આંકડો 5/24 હતો જે તેણે વર્ષ 2018 માં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો હતો.
કુલદીપ યાદવમાં પ્રતિભાની કોઈ કમી નથી. તે ખાસ પ્રકારની બોલિંગ કેવી રીતે કરવી તે જાણે છે જેને 'ચાઇનામેન બોલિંગ' કહેવામાં આવે છે. આ એક ખૂબ જ અનોખી બોલિંગ સ્ટાઇલ છે, જેમાં ડાબા હાથના સ્પિનર બોલને આંગળીઓને બદલે કાંડાથી સ્પિન કરે છે. આ હોવા છતાં, તે લાંબા સમયથી સુસંગત નથી, જેના કારણે તેને આનો ભોગ બનવું પડ્યું. કુલદીપ યાદવ ટી 20 વર્લ્ડ કપ રમવા માટે પણ આતુર હતો, પરંતુ તાજેતરના શ્રીલંકા પ્રવાસ પર મળેલી તકનો લાભ ઉઠાવવામાં તે નિષ્ફળ રહ્યો, આ દરમિયાન તેણે 2 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 23.00 ની સરેરાશ અને અર્થતંત્રમાં માત્ર 2 વિકેટ લીધી. 7.66 નો ઈકોનોમી રેટ રહ્યો હતો. અહીંથી રસ્તો તેના માટે મુશ્કેલ બની ગયો.
2) મનીષ પાંડે
મનીષ પાંડે સિનિયર બેટ્સમેન તરીકે માનવામાં આવતો હતો. સમયાંતરે તેને ટીમમાં સ્થાન મળતું રહ્યું છે અને વિરાટ કોહલીની અંડર 19 ટીમનો પણ તે હિસ્સો રહી ચૂક્યો છે. તેમ છતાં અમુક વખત તે પરફોર્મ કરવામાં પણ નિષ્ફળ ગયો હતો અને ભારત માટે મિડલ ઓર્ડરનો એક સારો વિકલ્પ બની શક્યો નહોતો. જેના કારણે હવે તેનું ટી-20 વર્લ્ડ કપમાંથી પણ પત્તું કપાયું હતું અને આવનાર ભવિષ્યમાં કદાચ આંતરરાષ્ટ્રીય ટીમમાં વધી ગયેલા યુવા વિકલ્પોના કારણે તેને ફરી તક મળે એવું લાગતું નથી. ઇન્જરી પણ મોટો ભાગ ભજવી ગઈ હોય તેવું જોવા મળ્યું છે.
3) કેદાર જાધવ
એક સમયે કેદાર જાધવ લોઅર ઓર્ડર માટે સારો વિકલ્પ લાગતો હતો. કેટલીક મેચોમાં તે ઈન્ડિયાને વિજય સુધી લઈ પણ ગયો હતો. પણ તેમ છતાં તેનું કરિઅર હવે ખતમ થવાને આરે આવી ગયું છે. સાથે ઉંમર અને ઇજા પન તેને સાથ નથી આપી રહ્યા એવું લાગી રહ્યું છે.