બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / These people should not consume oranges there will be serious harm to health instead of benefits
Arohi
Last Updated: 08:25 PM, 5 January 2023
ADVERTISEMENT
સંતરા એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ ખાવામાં આવે છે. તે વધારે મોંઘું નથી હોતુ. તેથી દરેક ગરીબ અને અમીર વ્યક્તિ તેનો આનંદ માણી શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો તેના ફાયદાઓથી વાકેફ છે.
તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે શરીરને દરેક રીતે ફાયદો કરે છે. આટલા બધા ગુણો હોવા છતાં, આ ફળ દરેક માટે ફાયદાકારક નથી, કારણ કે તે કેટલીક પરિસ્થિતિઓમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આવા લોકોએ ન ખાવી જોઈએ નારંગી
એસિડિટીથી પીડાતા લોકો
જે લોકો વારંવાર એસિડિટીની ફરિયાદ કરે છે તેઓએ નારંગી અથવા તેના રસનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે છાતી અને પેટમાં બળતરાને વધારી શકે છે.
દાંતમાં કેવેટી હોવાપર
સંતરામાં એક પ્રકારનું એસિડ જોવા મળે છે, તે જો દાંતના ઈનેમલમાં રહેલા કેલ્શિયમ સાથે મિક્સ થાય તો તે બેક્ટેરિયલ ચેપનું કારણ બની શકે છે. જો તમને કેવિટી હોય ત્યારે તમારે સંતરાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારા દાંત ખરાબ થઈ જશે.
પેટમાં દુખાવો થવા પર
આમ તો પેટમાં દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે, પરંતુ જો તમને અચાનક આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તરત જ નારંગી ખાવાનું બંધ કરો કારણ કે સંતરામાં હાજર એસિડ સમસ્યાને વધુ વધારશે.
ઈનડાઈઝેશનના દર્દી
જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે નારંગીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઝાડા, પેટમાં ખેંચાણ અને અપચોની સમસ્યા થઈ શકે છે. જો નારંગીને આખી ખાવામાં આવે તો તે શરીરને ફાઈબર આપશે જેનાથી ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.