બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / there was a competition to rob on bad atm suddenly double money started coming out

OMG! / ખરાબ ATMમાંથી નીકળવા લાગ્યા ડબલ રૂપિયા! લોકોને જાણ થતા પૈસા ઉપાડવા થઈ પડાપડી

Arohi

Last Updated: 03:43 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અચાનક એટીએમમાં ​​ડબલ પૈસા નીકળવા લાગ્યા. જેથી પૈસા ઉપાડવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ. ખાતામાંથી પૈસા અડધા કપાતા અને હાથમાં ડબલ પૈસા આવતા હતા. આ ગરબડની જાણ થતાં જ પોલીસે ભીડને દૂર કરી અને એટીએમની ઠીક કરાવ્યું.

  • અચાનક ATMમાંથી આવવા લાગ્યા ડબલ પૈસા 
  • પૈસા ઉપાડવા જમા થઈ લોકોની ભીડ 
  • લોકોને જાણ થતા પૈસા ઉપાડવા ATMમાં પહોંચ્યા 

મેહનત વગર જ્યાં પણ પૈસા ડબલ થવાની વાત જાણવા મળે છે લોકો ત્યાં ખેચાઈ આવે છે. કંઈક એવું જ થયું એક ATMમાં જ્યાં ગડબલ થવાના કારણે લોકો માલામાલ થઈ ગયા. લોકોને જ્યારે ડબલ પૈસા મળ્યા તો આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ અને લોકો ડબલ પૈસા લેવાના ચક્કરમાં પૈસા ઉપાડવા ATM તરફ દોડ્યો અને ATMની બહાર લોકોની પડાપડી થવા લાગી. 

ATM પર લાગી લોકોની ભીડ 
માહિતી મળતા જ ATM પર લોકોની ભીડ ઉમટી પડી હતી અને લોકો પૈસા ઉપાડવામાં લાગી ગયા. એકાઉન્ટથી પૈસા અડધા જ કપાતા હતા પરંતુ હાથમાં ડબલ આપતા હતા. તેની જાણકારી પોલીસને મળી તો પોલીસ ત્યાં પહોંચી લોકોને ત્યાંથી હટાવ્યા અને ATMને ઠીક કરાવવામાં આવ્યું. જોકે હવે બમણાં પૈસા લેનાર લોકોને તેની સજા પણ મળશે. 

ATMમાં ગરબડ, લોકોને ડબલ પૈસા મળવા લાગ્યા
એટીએમમાંથી ડબલ પૈસા નિકળવાનો મામલો સ્કોટલેન્ડના ડંડી શહેરનો છે. અહીં સ્થિત ચાર્લ્સટન ડ્રાઈવ પર લાગેલા ATMમાં અચાનક એવી ગડબડ થઈ કે લોકો એટીએમમાં જેટલા પૈસાની ડિમાન્ડ એપ્લય કરતા તેના કરતા ડબલ પૈસા તેની બહાર નીકળતા. જ્યારે આ ગડબડી ઘણી વખત પકડમાં આવી તો ત્યાર બાદ લોકો તેનો ફાયદો ઉઠાવવામાં લાગી ગયા. 

સ્કોટલેન્ડ પોલીસના પ્રવક્ત અનુસાર 11 ઓક્ટોબર 2022એ સાંજે 4.30 વાગ્યાના આસ-પાસ એટીએમની ખરાબીની સુચના મળી હતી. જ્યાર બાદ પોલીસે મેન્યુફેક્ચરથી સંપર્ક કરી મશીનને બંધ કર્યું. 

એક્સ્ટ્રા પૈસા લેનાર લોકોએ પરત આપવી પડશે રકમ 
જેણે પણ બમણી રકમ પડાવી લીધી છે. જો તેઓ વધારાના પૈસા પરત નહીં કરે તો તે તમામ હવે કાયદેસરની કાર્યવાહીના દાયરામાં આવશે. હકીકતમાં તે લોકો સામે સ્કોટિશ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

કારણ કે 1968 થેફ્ટ એક્ટ મુજબ જો ત્યાં કોઈ વ્યક્તિ અપ્રમાણિકપણે બીજાની સંપત્તિ હડપ કરી લે છે અને તેને હંમેશા માટે પોતાની પાસે રાખવા માંગે છે. તો તેને ચોરીનો દોષિત ગણવામાં આવશે. જે અંતર્ગત કડક કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી, જે લોકો કાયદાકીય કાર્યવાહી અને સજાથી બચવા માગે છે, તેમણે એટીએમમાં ​​મળેલા પૈસા વધારાના પાછા આપવા પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM Double money OMG એટીએમ OMG!
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ