બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / There is no telling who will stay and who will go, Union Minister Gadkari's statement after Rupani's resignation

નિવેદન / ગડકરી બોલ્યાં, બધા મુખ્યમંત્રી દુઃખી જ છે, કારણ કે કોણ રહેશે અને કોણ જશે કંઈ ઠેકાણું નથી

ParthB

Last Updated: 02:05 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આજકાલ દરેક વ્યક્તિ દુઃખી છે, ધારાસભ્યો દુઃખી છે કે તેઓ મંત્રી ન બની શક્યા. અને મુખ્યમંત્રી દુઃખી છે તેઓ સત્તા પર રહેશે કે નહીં

  • કેન્દ્વીય મંત્રી નીતિન ગડકરી પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચિત છે 
  • રાજકારણનો મુખ્ય ઉદ્દેશ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે 
  • ભાજપ સતત મુખ્યમંત્રીઓ બદલી રહી છે

કેન્દ્વીય મંત્રી નીતિન ગડકરી પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચિત છે 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના સ્પષ્ટ નિવેદનો માટે સમાચારોમાં રહે છે. સોમવારે રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ ફરી કંઈક એવું કહ્યું જેની ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે જેઓ મુખ્યમંત્રી બને છે, તેઓ ચિંતિત છે કારણ કે તેમને ખબર નથી હોતી કે ક્યારે હટાવવામાં આવશે. ખાસ વાત એ છે કે નીતિન ગડકરીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા. ભાજપે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા છે અને તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા છે.

રાજકારણનો મુખ્ય ઉદ્દેશ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે 

નીતિન ગડકરીએ રાજસ્થાન વિધાનસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે અહીં કહ્યું કે રાજકારણનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે, પરંતુ આજકાલ તેને માત્ર સત્તા પડાવી લેવા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. લોકશાહીનું મુખ્ય લક્ષ્ય સમાજના છેલ્લા વ્યક્તિને લાભ આપવાનું છે.

ભાજપ સતત મુખ્યમંત્રીઓ બદલી રહી છે

નોંધપાત્ર બાબત એ છે કે, તાજેતરના સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા મુખ્યમંત્રીઓ અચાનક બદલાયા છે. પહેલા તીરથ સિંહ રાવતને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતના સ્થાને લાવવામાં આવ્યા હતા, બાદમાં તેમને પણ બદલીને પુષ્કર સિંહ ધામી કરવામાં આવ્યા હતા. પછી કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્માઇને લાવવામાં આવ્યા હતા અને હવે ગુજરાતમાં વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, આસામમાં ચૂંટણીઓ બાદ, આ વખતે સર્બાનંદ સોનોવાલને બદલે મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ