There is a place on earth where life is not possible
રિસર્ચ /
પૃથ્વી પર એક એવી જગ્યા મળી જ્યાં જીવન શક્ય નથી, જાણો કેમ ...
Team VTV12:03 PM, 24 Nov 19
| Updated: 02:20 PM, 24 Nov 19
સંશોધનકારીઓએ પૃથ્વી પર એક એવા જ્વલનશીલ વાતાવરણની શોધ કરી છે કે જ્યાં જીવન શક્ય નથી. આ શોધનો હેતું જીવનની શક્યતાઓને ઓચી કરનારા ઘટકો વિશે પ્રાથમિક માહિતી મેળવવા માટેનો છે. આ જગ્યા ઈથોપિયાનાં ડૈલોલમાં જિયો થર્મલ વિસ્તારોનાં ગરમ અને ખારા તળાવોની છે. આ તળાવોમાં કોઈ પણ પ્રકારનાં નાનાં સુક્ષ્મ જીવો પણ જોવા નથી મળતાં.
ડૈલાલ વિસ્તાર ખારાસથી ભરેલા જ્વાળામુખીનાં મુખ(ક્રેટર) પર સ્થિત
તળાવોમાં કોઈ પણ પ્રકારનાં નાનાં સુક્ષ્મ જીવો પણ જોવા નથી મળતાં
અહીં શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે
ડૈલાલ વિસ્તાર ખારાસથી ભરેલા જ્વાળામુખીનાં મુખ(ક્રેટર) પર સ્થિત
નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક અભ્યાસથી આ વિશે જાણવા મળ્યું છે કે ઈથોપિયાનાં આ તળાવો ખૂબ એસિડીક પ્રોપર્ટી વાળા ચએ. આ કારણથી અહીં જીવન સંપુર્ણ રીતે શક્ય નથી. સ્પેનિશ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી(એફઆઈસીવાઈટી)નાં સંશોધન કરતાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ડૈલાલ વિસ્તાર ખારાસથી ભરેલા જ્વાળામુખીનાં મુખ(ક્રેટર) પર સ્થિત છે.
અહીં શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે
હાઈડ્રોથર્મલ ગતિવિધિયોને કારણે ક્રોટરમાંથી સતત ઉકળતું પાણી અને ઝહેરી ગેસ નિકળે છે. ત્યાં સુધી કે શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે અને વળી આ પૃથ્વીનાં સૌથી વધારે ગરમ વાતાવરણવાળા વિસ્તારમાંનું એક છે.
શૂન્ય કરતાં પણ વધારે ઓછું છે PH
સંશોધનકર્તાનાં જણાવ્યાનુંસાર ડૈલોલમાં જિયો થર્મલ વિસ્તારમાં વધુ પડતાં ખારા અને અલ્ટ્રા એસિડિક તળાવોમાં શૂન્ય અલ્ટ્રા એસિડિકથી લઈ 14 ઉચ્ચ એલ્કવાઈન સુધી PHનું લેવલ શૂન્ય કરતાં પણ ઓછું એટલે કે નકારાત્મક બિંદુ સુધી પહોંચી જાય છે. આ જ કારણ છે કે અહીં સુક્ષ્મ જીવોની વિકસવાની શક્યતાં પણ નહીં નાં બરાબર છે.
આ જગ્યાની હાલત લાલ ગ્રહ જેવી છે
અભ્યાસમાં જણાવ્યાનુંસાર આ જગ્યાને મંગળ ગ્રહ જેવું માનવામાં આવે છે. આ સંશોધનની સહ લેખક લોપેજ ગાર્સિયાએ જણાવ્યું કે, છેલ્લાં અનુસંધનોની સરખામણીમાં અમે આ વખતે વધારે સેમ્પલની તપાસ કરી છે. જેમાં જોયું કે આ ખારા, ગરમ અને અલ્ટ્રા એસિડિક તળાવોમાં સુક્ષ્મ જીવોનાં વિકસવાની શક્યતાં શૂન્ય બરાબર છે.