બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / The woman burned her aunt and brother alive

OMG / મહિલાએ સગી કાકી અને ભાઇને જીવતા સળગાવી નાંખ્યા, કારણ જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે

Kinjari

Last Updated: 11:10 AM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પટના જિલ્લાના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા પર તેની કાકી અને ભાઈને જીવતા સળગાવવાનો આરોપ છે.

  • મહિલાએ સગી કાકી અને ભાઇને સળગાવી દીધા
  • જમીન વિવાદમાં ઉઠાવ્યું આ ભયાનક પગલું
  • ગુસ્સે ભરાયેલા ટોળાએ મહિલાને માર્યો માર

ઘટનાની માહિતી મળતાં જ ગ્રામજનોએ આરોપી મહિલા સાથે મારપીટ કરી હતી, બાદમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.

શા માટે કાકી અને ભાઈને જીવતા સળગાવી દેવામાં આવ્યા?
એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરણપુરા ગામમાં જમીનના વેચાણના પૈસાના વિવાદમાં એક મહિલાએ તેની કાકી અને પિતરાઈને એક રૂમમાં બંધ કરી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા. સમાચાર મળ્યા બાદ ગ્રામજનોએ બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા. મૃતકોની ઓળખ 70 વર્ષીય શાંતિ દેવી અને તેમના પુત્ર અવિનાશ કુમાર તરીકે થઈ છે.

પ્રતિકાત્મક તસવીર

ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપી મહિલાને માર માર્યો 
આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી મહિલા માધુરી દેવીને પકડીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને  આરોપી મહિલા માધુરી દેવીને ટોળાના ચુંગાલમાંથી છોડાવી હતી.

પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
નૌબતપુર સ્ટેશનના પ્રભારી અનુરાગ દીપકે જણાવ્યું કે પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આરોપી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.

ગામના લોકોએ જણાવ્યું કે મૃતક શાંતિ દેવીનો તેની ભત્રીજી સાથે મિલકતને લઈને વિવાદ હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલા તેના નામે થોડી જમીન પણ કરાવવા માંગતી હતી, પરંતુ મૃતક તેના માટે તૈયાર નહોતો. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ