બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / The Prime Ministers statement the matter of fake offer letters of students who have arrived in Canada
Last Updated: 10:41 PM, 8 June 2023
ADVERTISEMENT
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે. હાલ વિદ્યાર્થીઓ વડેપ્યુટેશનનો સામનો કરી રહ્યા છે. એજ્યુકેશન વિઝા પર કેનેડા પહોંચેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું સામે આવતા કેનેડા દ્વારા વિદ્યાર્થીઓને કાઢી મુકવા નિણર્ય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કેનેડામાં સ્થાયી થવા માટે અરજી કરી હતી. જેની તપાસમાં આ મુદ્દો સામેં આવ્યો હતો. હવે આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.
🇨🇦 NDP calls on IRCC to stay the #deportation of international students in #fake offer letter case and offer them #permanent residency (PR)
— INC - Immigration News Canada (@CanadaImmigra20) June 2, 2023
🇨🇦 #Today, students handed over their #demand letter to CBSA personnels
🇨🇦 Get full #details here 👇 https://t.co/I2CcD6MDf4
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશમાં ઘણું યોગદાન આપ્યું : જસ્ટિન ટ્રુડો
ADVERTISEMENT
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અટવાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપતા કહ્યું હતું કે સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. હાલની સ્થિતિએ સરકાર દ્વારા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ જવાબદારો સુધી પહોંચી તેને સજા આપવામાં જહેમતશીલ છે. ટુડોએ કહ્યું કે જાણકારી મળી કે કેટલાક બહારના વિદ્યાર્થીઓ નકલી કોલેજ પત્રોને કારણે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. ત્યારે મારી ખાતરી છે કે આ પ્રકરણમાં દોષિતોને ઓળખવા પર સરકાર કામ કરી રહી છે. છેતરપિંડીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને વિરોધ કરવાની અને તેમની તરફેણમાં પુરાવા રજૂ કરવાની તક મળે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશમાં ઘણું યોગદાન આપ્યું છે. જેથી આ છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને સમર્થન આપીશું. બીજી બાજુ છેતરપિંડીનો અહેસાસ થતા વિદ્યાર્થીઓ દેશનિકાલના આ નિર્ણય સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
શું છે સમગ્ર કેસ ?
ADVERTISEMENT
કેનેડામાં અભ્યાસ કરતા આ 700 ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવામાં આવી શકે છે. કેનેડાની સરકાર આ ભારતીય વિદ્યાર્થીઓનેને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં આ તમામ વિદ્યાર્થીઓ પર નકલી ઓફર લેટર્સ દ્વારા એડમિશન લેવાનો આરોપ છે.કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીના હેડક્વાર્ટર સામે આ ધરણા આપવામાં આવી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માને છે કે, તેઓએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ બનાવટીનો ભોગ બન્યા છે. પંજાબના આવા જ એક વિદ્યાર્થી લવપ્રીત સિંહે કેનેડાની કોલેજમાં એડમિશન લીધું છે, તેને 13 જૂને દેશનિકાલ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.