The price of one Indian rupee here is more than 5500 rupees, for one lakh rupees you can get only two kilos of potatoes
આ..કેવું..!! /
ભારતના એક રૂપિયાની કિમત અહીં 5500 રૂપિયાથી વધુ છે, એક લાખ રૂપિયામાં મળે છે માત્ર બે કિલો બટાટા
Team VTV07:48 PM, 07 Oct 20
| Updated: 07:58 PM, 07 Oct 20
વેનેઝુએલા એક સમયે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો, પરંતુ આજે આ દેશના ચલણની કિંમત ભંગાર સમાન થઈ ગઈ છે. ફુગાવાનો દર એટલો ઊંચો છે કે ચા અથવા કોફીના કપ માટે બેગ ભરીને લોકો નોટ લઈ જતા હોય છે. હવે આ સમસ્યાને પહોંચી વળવા વેનેઝુએલા ની સરકાર ફરી એકવાર એક મોટી નોટ જાહેર કરશે. એક અહેવાલ મુજબ, વેનેઝુએલા નોટ છાપવાના કાગળની તંગીના કારણે તે કાગળ પણ બહારથી મંગાવી રહ્યું છે.
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલા ની હાલત ખૂબ જ ખરાબ છે
આ દેશના ચલણની કિંમત ખૂબ જ ઘટી ગઈ છે
વેનેઝુએલામાં ફુગાવાનો દર ૨૦૧૭ પછી સતત વધી રહ્યો છે
વેનેઝુએલા એ અત્યાર સુધીમાં એક ઇટાલિયન કંપની પાસેથી 71 ટન સિક્યુરિટી પેપર ખરીદ્યો છે. વેનેઝુએલા ની સેન્ટ્રલ બેંક હવે 100,000 ડોલરની નોટ જાહેર કરવા જઈ રહી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી કિંમતની નોટ હશે. જો કે, એક લાખ બોલિવર નોટની કિંમત માત્ર 0.23 ડોલર હશે. આનો અર્થ એ કે આમાંથી ફક્ત બે કિલો બટાટા જ ખરીદી શકશે.
ગયા વર્ષે ફુગાવાનો અંદાજ 2400 ટકા હતો
ગયા વર્ષે વેનેઝુએલા માં ફુગાવાનો અંદાજ 2400 ટકા જેટલો હતો. તે પહેલાં પણ વેનેઝુએલા ની સરકારે 50,000 બોલીવર ની નોટો છાપી હતી. હવે વેનેઝુએલા તેનાથી પણ મોટી નોટો લાવવાની તૈયારી કરી છે.
વેનેઝુએલા ની અર્થવ્યવસ્થા સતત સાતમા વર્ષે મંદીનો અનુભવ કરી રહી છે. કોરોના રોગચાળો અને તેલની આવકમાં ઘટાડો થવાને કારણે વેનેઝુએલા ના અર્થતંત્રનું કદ આ વર્ષે 20 ટકા ઘટશે. ચલણને સ્થિર કરવા માટે, સરકારે તેની નોટો પાર્ટી મીંડાની સંખ્યા ને ઘટાડી હતી, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.
2017 પછી સતત વધી રહ્યો છે ફુગાવો
વેનેઝુએલા માં વર્ષ 2017 પછી ફુગાવો સતત વધી રહ્યો છે. મોટા ભાગના લોકો માલ પણ ખરીદી શકતા નથી. સાંજે દુકાનમાં લૂંટફાટ પણ શરૂ થઈ જાય છે.
4 અંકના ફુગાવા ના કારણે, વેનેઝુએલા ના ચલણમાં હવે પૈસાની કોઈ કિંમત રહી નથી. ગ્રાહકોને કાં તો પ્લાસ્ટિક અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સેકશન કરવાની ફરજ પડી છે અથવા તો તેઓ ડોલર્સ તરફ વળ્યા છે. પરંતુ બસો સહિતની અનેક સુવિધાઓ માટે, બોલીવર માં જ ચૂકવણી જરૂરી છે.
અર્થતંત્રમાં પેટ્રોલિયમ નિકાસનો હિસ્સો 96 ટકા, છતાં ગરીબ છે
2014 માં, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટયા બાદ વેનેઝુએલા સહિતના ઘણા દેશો અસરગ્રસ્ત થયા હતા. વેનેઝુએલાના કુલ નિકાસમાં 96 ટકાનો હિસ્સો પેટ્રોલિયમનો જ છે. ચાર વર્ષ પહેલાં તેલનો ભાવ છેલ્લા 30 વર્ષમાં સૌથી નીચલા સ્તરે ગયો હતો. નાણાકીય સંકટને કારણે સરકારે નોટો છાપવાનું ચાલુ રાખ્યું, જેનાથી હાયપર ફુગાવાની સ્થિતિ સર્જાઈ અને ચલણ બોલીવર ની કિંમતમાં સતત ઘટાડો થતો રહ્યો.
ઓપેક દેશોના પ્રતિબંધોને વેનેઝુએલા દોષી માને છે
વેનેઝુએલા ના રાષ્ટ્રપતિ માદુરોએ તેમના દેશના આર્થિક વિનાશ માટે Organization of the Petroleum Exporting Countries ( OPEC ) દેશોના પ્રતિબંધોને દોષી ઠેરવ્યા છે. યુએસ પણ નિકોલસ માદુરો ને વેનેઝુએલા ની સત્તા માંથી કાઢી નાખવા આર્થિક પ્રતિબંધો દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, માદુરો ના ટીકાકારો કહે છે કે બે દાયકાથી નિકોલસ માદુરો ના શાસન દરમિયાન ફેલાયેલી અરાજકતા અને ભ્રષ્ટાચારને કારણે દેશમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે.