The Meteorological Department has predicted that there will be rain in some parts of North India including Punjab
આગાહી /
દેશમાં પંજાબ સહિત આ 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુજરાતમાં કોઈ ચિંતાના વાદળ નહીં, જાણી લો હવામાન વિભાગની આગાહી
Team VTV05:59 PM, 06 Nov 22
| Updated: 06:03 PM, 06 Nov 22
હવામાન વિભાગની આગાહી;પંજાબ સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં 7 નવેમ્બરે સામાન્ય વરસાદ થશે, પરાળીના ધુમાડાથી લોકોને મળશે રાહત
પંજાબ સહિત 5 રાજ્યોમાં વરસાદની આગાહી
ઉત્તરાખંડમાં 6-7 તારીખે હળવો વરસાદ, હિમવર્ષા થશે
દિલ્હીમાં આગામી બે દિવસ ધુમ્મસ રહેવાની સંભાવના
દિલ્હીમાં શ્વાસ રૂંધાતી હવાથી લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નો રિપોર્ટ ખરાબ મળી રહ્યો છે. જોકે, આજે 6 નવેમ્બરના રોજ તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પવનની દિશા બદલાવાને કારણે દિલ્હી-એનસીઆરમાં રવિવારે સવારે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો છે. આગામી થોડા દિવસોમાં AQIમાં સુધારો થવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.
પંજાબ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 6-7 નવેમ્બરે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે હવામાં સુધારો જોવા મળી શકે છે. દિલ્હીના પ્રદૂષણનો મુખ્ય કારણ પરાળી સળગાવવા છે અને પંજાબ હાલમાં સૌથી વધુ પરાળી બાળી રહ્યું છે. વરસાદને કારણે પરાળીના ધુમાડાથી થોડી રાહત મળી શકે છે. આ વખતે પંજાબમાં સૌથી વધુ પરાળી સળગાવવાની ઘટનાઓ સામે આવી છે. જે અન્ય રાજ્યોની સરખામણીમાં પણ સૌથી વધુ છે.
Scattered/Fws light/moderate rainfall/snowfall over Jammu, Kashmir, Ladakh, Gilgit Baltistan & Muzaffarabad and Himachal Pradesh on 06th, 07th, 09th & 10th; isolated rainfall/snowfall over Uttarakhand on 06th & 07th and isolated light rainfall over Punjab on 06th & 07th Nov pic.twitter.com/FDNeCrO7YL
— India Meteorological Department (@Indiametdept) November 6, 2022
9 નવેમ્બરથી પ્રદૂષણ વધશે
હવામાન વિભાગની આગાહી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર અને તેની આસપાસના પ્રદેશ પર એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેનાથી ચક્રવાત પરિભ્રમણ પાકિસ્તાન અને તેની નજીકના પંજાબ પર સર્જાઈ શકે છે. પૂર્વીય પવનો ઓછામાં ઓછા આગામી 2-3 દિવસ સુધી ફૂંકાતા રહેશે. તેથી ખેતરમાં પરાળીનો ધુમાડો નીચા સ્તરે જતો રહેશે. પરંતુ 9 નવેમ્બરથી ફરી એકવાર પવનો પોતાની દિશા બદલશે અને જેનાથી પ્રદૂષણ વધુ વધશે.
વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 06, 07, 09 અને 10 તારીખે હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફ પડી શકે છે. બીજી તરફ ઉત્તરાખંડમાં 06 અને 07 તારીખે હળવો વરસાદ અથવા હિમવર્ષા અને 06 અને 07 નવેમ્બરે પંજાબમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો અહીં આગામી બે દિવસ સુધી ધુમ્મસ રહેવાની સંભાવના છે. આગામી બે દિવસ માટે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.