બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / The meteorological department has forecast that the heat wave will intensify in the state after 24 hours.

આગાહી / ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ! આ જિલ્લાઓમાં પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે કરી આગાહી

ParthB

Last Updated: 04:41 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝળ ગરમી પડી રહી છે.ત્યારે રાજ્યમાં 24 કલાક બાદ ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • ગરમીમાં શેકાવા થઈ જાઓ તૈયાર
  • 24 કલાક બાદ વધશે ગરમીનો પારો
  • 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન
  • અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર

રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં ગરમીનો પારો હજુ પણ ઉચકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોચી શકે છે.અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો પણ થઈ શકે છે. 

આગામી 24 કલાક બાદ ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

રાજ્યમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદ  સહિત ગુજરાતમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. આજે અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે બીજી બાજુ હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી 24 દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી 

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધી શકે છે. 16 એપ્રિલના કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાંથી વિશેષ કરીને બનાસકાંઠામાં કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department gujarat heatwave weather Forecast ગુજરાતી ન્યૂઝ હવામાન વિભાગ હવામાનની આગાહી હિટવેવ Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ