બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / The longest bridge of the state opened by the CM Bhupendra Patel

વડોદરા / CMના હસ્તે ખુલ્લો મુકાયો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ, ભુપેન્દ્ર પટેલે કહ્યું જેના ખાતમુહૂર્ત અમે કર્યા છે એના લોકાર્પણ પણ અમે જ કર્યા!

Mahadev Dave

Last Updated: 05:19 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેને લઈને ટ્રાફિકની સમસ્યા હવે હળવી બનશે.

  • વડોદરામાં રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ
  • CM ભુપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજને ખુલ્લો મુકાયો
  • રૂપિયા 230 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે બ્રિજ

વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનાવાયેલા ગુજરાતમાં સૌપ્રથમ 3.5 km લાંબા બ્રિજનું રૂપિયા 230 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અટલબિજ પર બે સ્થળોએ ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અપાઈ છે. અટલ બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનશે. આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. બ્રિજના લોકાર્પણ બાદ CMનો કાફલો સૌપ્રથમ વાર બ્રિજ પરથી પસાર થયો હતો. અટલ બ્રિજની મુલાકાત બાદ સયાજીનગર ગૃહ ખાતે મુખ્યમંત્રી સયાજીનગર ગૃહમાં જન સંબોધન કરી રહ્યા છે.


 

મુખ્યમંત્રીએ કહ્યું કે...

આ અવસરે મુખ્યમંત્રી એ કહ્યું હતું કે આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે. વિકાસ કામોમાં ડબલ એન્જીનની સરકાર વધુ ને વધુ સ્પીડે કઈ રીતે ચાલી શકે તે માટે નો પ્રયત્ન અમે તમારા સાથ અને સહકારથી કરવા માંગીએ છીએ. વધુમાં ઉમેર્યું કે જેના જેના ખાતમુહૂર્ત અમે કર્યા છે એના લોકાર્પણ પણ અમે જ કાર્ય એ કાર્ય પ્રણાલી અમે અપનાવી રહ્યા છે.

5 મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે 

મહત્વનું છે કે વડોદરા શહેરમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. ત્યારે વડોદરાવાસીઓને ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળી છે. વડોદરામાં 3.5 કિમીના ફ્લાયઓવરથી માત્ર 5 મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે અને ઇંધણની બચત થશે.ઉલ્લેખનિય છે કે, વાહનોની અવર-જવર માટેનો બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે. કલર કામ સહિતની અન્ય કામગીરી ચાલુ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

CMના હસ્તે લોકાર્પણ vadodra અટલ બ્રિજ વડોદરા vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ