બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The forest department has imposed a ban on the cultivation of conocarpus saplings in Gujarat

BIG NEWS / કોનોકાર્પસ રોપા ઉછેર પર વન વિભાગે ગુજરાતમાં લગાવ્યો પ્રતિબંધ, કારણ ઉધરસ-અસ્થમા જેવી બીમારીઓ

Malay

Last Updated: 04:01 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વન વિભાગની નર્સરીમાં કોનોકાર્પસ ઉછેરવા પર પ્રતિબંધ, પર્યાવરણને નુકસાન થતું હોવાથી વન વિભાગે લીધો નિર્ણય

  • ગુજરાતમાં વનવિભાગે કોર્નોકાર્પસના રોપા ઉછેર પર લગાવ્યો પ્રતિબંધ 
  • વનવિભાગની નર્સરીમાં કોર્નોકાર્પસના ઉછેર પર પ્રતિબંધ
  • કોર્નોકાર્પસથી માનવ જીવનને પણ નુકસાન થતું હોવાનો ખુલાસો 

Gandhinagar News: ગુજરાતના વન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં વન વિભાગે વન વિભાગની નર્સરીમાં કોનોકાર્પસ રોપાના ઉછેર પર પ્રતિબંધ લગાવ્યો છે. કોનોકાર્પસના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાથી વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હાલ ખાનગી ધોરણે કોનોકાર્પસ રોપા ઉછેરવા માટે પણ પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કોનોકાર્પસ વાવવા પણ પ્રતિબંધ લાગી શકે છે.

જમીનમાંથી પાણી ખેંચી લે છે કોનાકાર્પસ
રિસર્ચમાં કોનોકાર્પસ માનવ જીવનને નુકસાન કરતું હોવાનું પણ સામે આવ્યું છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે, કોનોકાર્પસને કારણે ઉધરસ, શરદી, અસ્થમા જેવા રોગ થાય છે. તેની આજુબાજુમાં થોડા સમય માટે રહેવાથી આંખો સૂજીને લાલ થઈ જઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે.. આ ઉપરાંત અસ્થમાના દર્દીઓને પણ પ્રોબ્લમ થઈ શકે છે. કોનાકાર્પસના મૂળ ઊંડા હોવાથી જમીનમાંથી પાણી ખેંચી લે છે. જે ડ્રેનેજ લાઈન, સંદેશા વ્યવહાર જેવી સુવિધાને પણ નુકસાન પહોંચાડે છે. 

વડોદરા મનપાએ કોનોકાર્પસના વૃક્ષો દૂર કરવાનો લીધો નિર્ણય
આપને જણાવી દઈએ કે, થોડા મહિના અગાઉ જ વડોદરા મહાનગરપાલિકાએ 2017માં રોપેલા 3 હજાર કોનોકાર્પસના વૃક્ષો દૂર કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2017માં શહેરને હરિયાળું કરવા વૃક્ષો વાવ્યા હતા. જે વૃક્ષો પાણીનું શોષણ વધુ કરતા હોવાનું અને ઓક્સિજન ન આપતા હોવાનું મહાપાલિકાને જાણવા મળ્યું હતું. જેથી કોર્પોરેશને કોનોકાર્પસના વૃક્ષો દૂર કરી અન્ય વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય લીધો હતો. 

અમીબેન રાવત

એક્સપર્ટની સલાહ લીધા વિના કરાયું હતું વાવેતરઃ અમીબેન રાવત 
વડોદરા મનપાના આ નિર્ણય બાદ વડોદરા કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે પ્રહાર કરતા કહ્યું હતું કે, કોર્પોરેશને ગાંડા બાવળ જેવા કોનોકાર્પસ વાવીને લાખોનું નુકસાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, એક્સપર્ટની સલાહ લીધા વિના જ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષો પાછળ 6 વર્ષનો સમય વેડફાયો છે. કોર્પોરેશને માત્ર શહેરને હરિયાળું દેખાડવા માટે વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેશનને પર્યાવરણની કઈ પડી જ ન હોય તેવું ફલિત થાય છે. તેમણે કહ્યું હતું કે, 27 વર્ષના શાસન બાદ પણ કોઈ પણ ગ્રીનફીર્ડ ડેવલ્પ નથી કરી. 10 લાખની જગ્યા 2 લાખ વૃક્ષો વાવ્યા અને પોતાના મળતીયાનો વિકાસ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ