બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:49 PM, 26 January 2023
ADVERTISEMENT
આજે સમગ્ર દેશમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. આ અવસર પર સની દેઓલની ફિલ્મ 'ગદર 2'નું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સની દેઓલ (તારા સિંહ)ના હાથમાં હેન્ડ પંપ નહીં હથોડો જોવા મળી રહ્યો છે. કાળા કપડાની સાથે લીલી પાઘડી પહેરી ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્યો છે કે તેઓ દુશ્મનોની ઊંઘ હરામ કરી નાખશે. આ પોસ્ટરને તેમના ભાઈ બોબી દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
ADVERTISEMENT
આગામી ઓગસ્ટમાં રિલીઝ થશે ફિલ્મ!
બોબી દેઓલે 'ગદર-2' નું પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે, "હિન્દુસ્તાન જિંદાબાદ છે! જિંદાબાદ હતું! અને જિંદાબાદ રહેશે. આ વખતે સ્વતંત્ર દિવસ પર 11 ઓગસ્ટ 2023 ના રોજ ફિલ્મ 'Gadar 2' રિલીઝ થવા જઈ રહી છે. ગદર 2 ફિલ્મને અનિલ શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે અને તેમની સાથે અમીષા પટેલની સાથે જ ઉત્કર્ષ શર્મા પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની શૂટિંગને લડતી તસવીરો લાંબા સમયથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી હતી.
Hindustan Zindabaad Hai! Zindabaad Tha! aur Zindabaad Rahega!
— Bobby Deol (@thedeol) January 26, 2023
This Independence Day!#Gadar2 releasing on 11th August 2023🔥@ZeeStudios_ @iamsunnydeol @ameesha_patel @iutkarsharma @Anilsharma_dir @anilsharmaprod @1rohitchoudhary @Mithoon11 @SayeedQuadri2 @ZeeMusicCompany pic.twitter.com/Bb0fb3cKK8
વર્ષ 2001માં રિલીઝ થઈ હતી 'ગદર' ફિલ્મ
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત 'ગદરઃ એક પ્રેમ કથા' 2001માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ અને અમરીશ પુરી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને વર્ષની બ્લોકબાસ્ટર ફિલ્મોમાં સામેલ થઈ હતી. 19 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી પણ વધુની કમાણી કરી હતી. આમ દર્શકોને ફિલ્મ ગદર 2 પાસેથી પણ આવી જ આશાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.