The 'Diwali' of government employees has come, Modi government is preparing to give this benefit along with the bonus
ખુશ ખબર /
સરકારી કર્મચારીઓની 'દિવાળી' આવી, બોનસની સાથે આ લાભ પણ આપવાની તૈયારીમાં મોદી સરકાર
Team VTV05:12 PM, 05 Oct 21
| Updated: 05:13 PM, 05 Oct 21
કેન્દ્રીય કર્મચારિયો માટે દિવાળીથી પહેલા સારા સમાચાર આવવાના છે. સરકારે દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થું (Dearness allowance – DA)નું એરિયર નથી આપ્યું. જોકે હવે આશા પૂરી થતી જણાય છે.
18 મહિનાથી અટવાયેલું હતું એરિયર
DA એરિયરને લાઈ સરકારે કરી હતી વાત
1 જુલાઈથી વધ્યો હતો DA
હવે 18 મહિનાથી પેન્ડિંગ એરિયરનો મામલો PM નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM મોદી આ માટે શક્ય તેટલી વહેલી તકે ઉકેલ શોધી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ દિવાળી સુધી 18 મહિનાનું રોકાયેલ મોંઘવારી ભથ્થું મેળવી શકે છે. Bharatiya Pensioners Manchએ PM મોદીને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની બાકી રકમ ચૂકવવા અપીલ કરી છે. મંચે PM મોદીને પત્ર લખીને આ મામલામાં મદદ કરવાનું કહ્યું છે.
18 મહિનાથી અટવાયેલું હતું એરિયર
ઓફિસ મેમોરેન્ડમના નાણા મંત્રાલય અંતર્ગત ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતો DA હાલના 17 ટકાથી વધારીને મૂળ પગારના 28 ટકા કરવામાં આવશે. ગત વર્ષે એપ્રિલમાં નાણાં મંત્રાલયે કોવિડ 19 મહામારીને કારણે 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થા (DA) માં વધારો અટકાવ્યો હતો. 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી DAનું દર 17 ટકા હતો.
DA એરિયરને લાઈ સરકારે કરી હતી વાત
નેશનલ કાઉન્સિ ઓફ JCM સચિવ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષનું એરીયર હજુ આપવામાં આવ્યું નથી. અત્યારે આ અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે કર્મચારીઓની માંગને જોતા સરકાર એરીયર આપે તેવી અપેક્ષા છે. આવો સરળ ઉકેલ કાઢવામાં આવશે જેથી સરકારી અને કેન્દ્રીય કર્મચારીઓને મદદ મળી શકે.
1 જુલાઈથી વધ્યો હતો DA
મોદી સરકારે 1 જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 11 ટકાનો વધારો મંજૂર કર્યો હતો. જેના કારણે 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ મળ્યો હતો. હવે DA નો નવો દર 17 ટકાથી વધીને 28 ટકા થઈ ગયો છે.