બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The Chaudhary Patel who voted in Ghatlodia became CM today: Chief Minister Bhupendra Patel

સ્નેહ મિલન / ઘાટલોડીયામાં જે ચૌધરી પટેલોએ મત આપ્યા એ આજે CM બની ગયાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Mehul

Last Updated: 08:41 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અખિલ આંજણા યુવા મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત.

  • અમદાવાદમાં અખિલ આંજણા યુવા મંડળનો સ્નેહ મિલન
  • CM ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઉપસ્થિતિ 
  • રાજ્યમાં સામાજિક સંમેલનોની મોસમ પૂરા બહારમાં 

 

હતો. જેમાં CM ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત  રહ્યા હતા. CM ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે ચૌધરી સમાજ મહેનતુ સમાજ છે. ચૌધરી સમાજ જેમ જેમ ભણશે તેમ તમામ ક્ષેત્રમાં આગળ વધતો જશે. બનાસ ડેરીનું આજે વિશ્વમાં નામ છે. ઘાટલોડિયામાં જે ચૌધરી પટેલોએ જેને  વોટ આપ્યા હતા એ આજે CM બની ગયા છે.

સૌરાષ્ટ્રમાં સંમેલનોની ભરમાર 

​​ ​ ​વિધાનસભા-2022ની ચૂંટણીનાં સંદર્ભમાં ( અપેક્ષા સમયસર, વહેલી પણ થાય ) સમાજની સીડીએ ચઢીને ફરી 'ખુરશી ગ્રહણ'નો તખ્તો છેલ્લા બે મહિનાથી જુદા-જુદા સમાજના આગેવાનો ઘડી રહ્યા છે. રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું . રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા,પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,મહિના અગાઉ કુંવરજી બાવળીયાએ અમરેલીના જાફરાબાદમાં પણ સમાજનું સંમેલન બોલાવ્યું હતું.આ સંમેલન બાદ તુરત જ કોળી સમાજના મોભી મનાતા,ભાજપના દિગ્ગજ 'સોલંકી' બંધુઓએ પણ રાજુલા-જાફરા બાદનો 'લાકડીયો' પ્રવાસ ગોઠવી નાખ્યો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને ભાજપના નેતાઓના સમાજ સંપર્ક એ ઇશારા તરફ મજબૂરી અને મજબૂતીથી દોરી જાય છે કે, ચૂંટણી સમય કરતા વહેલી આવી રહી છે.  

ખોડલધામ-પાટીદાર સંમેલન 

સૌરાષ્ટ્રમાં સામાજિક સંમેલન થવા નવી વાત નથી,પણ ચૂંટણીનાં મહિનાઓ પહેલા સંમેલનો યોજાવા પાછળ ઘણા ગણિત હોય છે. ખોડલધામમાં પાંચ વર્ષ પહેલા નિર્માણ પામેલા આસ્થાના ધામ માં ખોડલ ધામથી સમાજિક યાત્રાના મંડાણ થયા છે. ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલથી થયા છે. નરેશ પટેલે 2022માં થનારી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરી,ગુજરાતની સ્થિર રાજનીતિના  બે મહિનામાં જ રાજ્યની સરકારનાં 'ચહેરા' અને 'મહોરા' બદલાઈ ગયા. 

અન્ય સામાજિક સંમેલન 

પાટીદાર સમાજ બાદ, કોળી સમાજ,ઠાકોર સમાજ. દલિત સમુદાયનાં સામાજિક સંમેલન મળી ચુક્યા છે. રાજકોટમાં વધુ એક વાર કુંવરજી બાવળીયા, દેવજી ફતેપરાએ, શિયાળાની કડકડતી ઠંડીમાં 'તાપણું' કરી સમાજમાં અંદર ધધકતી આગને ચૂંટણી સુધી એવી જ રાખવા પ્રયત્ન કર્યો છે. 

કોળી સમાજનું બીજું સંમેલન 

ભાજપના જ પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ પાર્ટી પર નિશાન સાધતા સારા જાહેર કહ્યું કે, ,અમને એ દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. ભાજપ અને કોંગ્રેસ બંને  જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની  તાકાત શી છે ? આજના સામાજિક વધુ અને બિન રાજકીય એવા સંમેલનમાં નગરસેવક બાબુભાઇ ઉધરેજા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને  કોંગ્રેસ-ભાજપના સમાજના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

કાલે  રાજકોટના કોંગ્રેસ ભવનમાં  બ્રહ્મ સમાજની બેઠક 

એક તરફ  ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનું ખેડાણ કરી, પાર્ટીનો પાયો મજબૂત કરવા કવાયદ કરી રહ્યા છે.તો બીજી બાજુ ફતેપરાના નિવેદનથી કમસે કમ સૌરાષ્ટ્રમાં બધું બરાબર નાં હોવાના સંકેત મળી રહ્યા છે. હવે સોમવારે રાજકોટના કોંગ્રેસ ભવનમાં બ્રહ્મ સમાજની મહત્વની બેઠક મળશે. આ બેઠક માટે કોંગ્રેસે રાજ્યભરના બ્રહ્મ સમાજના અગ્રણીઓને આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના અને ટિકિટ સહિતના મુદ્દે મંથન થશે. 

વહેલી ચૂંટણીનો ચકરાવો છે સામાજિક સંમેલન ?

ભાજપ.અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ ભલે, રાજ્યની અલગ-અલગ સભાઓમાં કહે કે, ચૂંટણી સમયસર થશે. પરંતુ સરકારની ગતિવિધિઓનો ઈશારો અને સામાજિક સંમેલનોથી રાજ્યની જનતાને 'હવામાન'થોડું એ રીતે 'અકળ'લાગે છે કે 'વરતારો'જુદો હશે. દરેક સમાજના  દરેક નેતા અત્યારે જે પક્ષમાં છે તેમાં સામાજિક સંમેલનથી 'એડી-ચોટીનું જોર' લગાવે છે. જો બધું સમુ-સુતરું પાર ઉતરે, તો ઠીક છે, નહિ તો પછી પવન પ્રમાણે પીઠ ફેરવવાની 'સાધ્ય' કલા તો હસ્તગત છે જ. ટૂંક સમયમાં જ આવા વાતાવરણનાં એંધાણ મળશે તેમ પણ લોકમુખે ચર્ચાય છે   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ