કોઇ પણ વ્યક્તિ માટે લગ્નનો દિવસ જીવનમાં સૌથી ખાસ હોય છે પરંતુ રાજસ્થાનના ચિતોડગઢમાં એક છોકરીએ 12થી વધારે પુરુષો સાથે લગ્ન કર્યા અને ભાગી ગઇ.
યુવતીએ કર્યા 12 યુવક સાથે લગ્ન
માતા સાથે પહોંચી પોલીસ સ્ટેશન
હકીકત સામે આવતા બધા ચોંકી ગયા
દુલ્હનની થઇ ધરપકડ
એક રિપોર્ટ અનુસાર છોકરીનું નામ નેહા છે અને તેના સાથીઓનું નામ સીમા શેખ અને લક્ષ્મી છે. પોલીસે આ ત્રણેયને પકડી લીધી છે અને પૂછપરછ કરી રહી છે.
કેવી રીતે ફૂટ્યો ભાંડો
મહત્વનું છે કે લગ્નના નામ પર છેતરપિંડી કરનાર આરોપીઓનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નેહાએ પોતે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેના સાથી સીમા અને લક્ષ્મીએ તેને કિડનેપ કરી હતી. તે મુશ્કેલીથી તેમના ચંગુલમાંથી છૂટીને આવી છે પરંતુ પોલીસે જ્યારે કેસની તપાસ આદરી ત્યારે ખબર પડી કે નેહા જ આ ગેંગની માસ્ટરમાઇન્ડ નીકળી હતી. સીમા, સાબિર અને લક્ષ્મી તેના સાથી નીકળ્યા હતા.
માતાને નહોતી ખબર દીકરીની હરકત
મહત્વનું છે કે નેહાની માતાને દીકરીની કરતૂત વિશે ખબર નહોતી. નેહા અલગ અલગ બહાના કાઢીને ઘરેથી જતી રહેતી હતી અને લગ્ન કરી લેતી હતી. બાદમાં તે પોતાના પતિના ઘરેથી ભાગી જતી હતી. નેહા પોતાની માતાને કહેતી હતી કે મિત્રના લગ્નમાં જઇ રહી છે અને ક્યારેક મિત્રો સાથે ફરવા જઇ રહી છે.
નેહાએ જયરામ નામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા ત્યારે તે વરરાજાના ઘરમાં ફસાઇ ગઇ અને એક મહિના સુધી તે ઘરમાંથી ભાગી શકી નહી. જ્યારે નેહા ઘરે આવી ત્યારે તેની માતાએ પૂછ્યુ કે તે ક્યાં હતી તો નેહાએ બહાનું કાઢ્યું કે તેને કિડનેપ કરી લેવામાં આવી હતી. તક મળતાં જ તે ત્યાંથી ભાગી આવી હતી. તેની માતા નેહા સાથે ફરિયાદ નોંધાવા પહોંચી હતી પરંતુ હકીકત સામે આવી તો બધા ચોંકી ગયા હતા.