બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / The biggest news on Naresh Patel's entry into politics, the stage is set for a big announcement soon
ParthB
Last Updated: 11:15 AM, 9 January 2022
ADVERTISEMENT
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઇ મોટા સમાચાર
ADVERTISEMENT
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલના નિવેદન બાદ તેઓની રાજકારણમાં પ્રવેશવાની શક્યતાઓ પ્રબળ બની છે. તેમણે સમાજની લાગણી હશે તો રાજનીતિ મુદ્દે નિર્ણય લેવાનું નિવેદન આપ્યું હતું .
તેઓ ક્યા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ સસ્પેન્સ યથાવત
સુત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલના આ નિવેદન બાદ તેમને રાજકીય પ્રવેશ માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. મહત્વનું છે કે, ખોડલધામ પાટોત્સવ બાદ નરેશ પટેલ સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ સાથે નરેશ પટેલ માટે 2022નું વર્ષ રાજકીય દ્રષ્ટીએ ઘણું મહત્વનું રહેશે. જો કે, તેઓ ક્યા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ સસ્પેન્સ યથાવત રહ્યું છે. નરેશ પટેલ આ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલે આ સાથે ઘણા રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ ગુપ્ત બેઠકો કરી છે.મહત્વનું છે કે, રાજકીય પક્ષ સાથે જોડાવા નરેશ પટેલે કેટલીક શરતો મૂકી છે. જે પક્ષ તેઓની શરતો માન્ય રાખે તે પક્ષ સાથે જોડાઇ શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.