બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / The Bhavnagar company received an order to manufacture 10 thousand containers

હબ / ભાવનગરને મળશે નવી ઓળખ, 10 હજાર કન્ટેનર બનાવવાના મળ્યા ઓર્ડર, જાણો માહિતી

Vishnu

Last Updated: 10:07 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરની કંપનીને 10 હજાર કન્ટેનર બનાવવાનો ઓર્ડર મળ્યો, 500થી વધુ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળશે

  • ભાવનગરને મળશે નવી ઓળખ
  • આ શહેર બનશે કન્ટેનર હબ
  • આત્મનિર્ભર ભારતની દિશામાં પ્રયાણ
  • ઉદ્યોગપતિઓએ ઉપાડી લીધી જવાબદારી

હીરા ઉધોગ, અલંગ શિપ યાર્ડ, ત્યાર બાદ હવે કન્ટેનર હબ બનાવની દિશામાં ભાવનગર આગળ વધી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ કાર્ગો નું ઉત્પાદન થાય એ માટે સરકારે ઉદ્યોગપતિઓને આહવાન કર્યું હતું જે ચેલેન્જ ભાવનગરના ઉદ્યોગપતિઓએ સ્વીકારી લીધી છે. ભાવનગરમાં અનેક ઉદ્યોગપતિઓ હવે કન્ટેનર બનાવવા ની દિશામાં આગળ વધી રહ્યા છે. 

હવે ભાવનગર કાર્ગો કન્ટેનર બનાવવામાં દેશ માં પ્રથમ સ્થાને હશે
ઉદ્યોગો આપણા દેશની કરોડ રજ્જુ ગણાય છે, તેમાં પણ એક ઉદ્યોગ એવો છે જેની આપણે ભાગ્યે જ નોંધ લેતા હોઈશું. અને તે ઉદ્યોગનું નામ છે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ તમામ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત થતા માલના ટ્રાન્સપોર્ટેશન માટે બેગનું કામ કરતો કન્ટેર ઉદ્યોગ આપણા દેશમાં બહુ ફુલ્યો ફાલ્યો નથી. પરંતુ હવે તે જવાબદારી જાણે ભાવનગરે ઉપાડી લીધી છે. ભાવનગરમાં અનેક ઉદ્યોગપતિઓ હવે કન્ટેનર બનાવવા ની દિશામાં આગળ વધી રહયા છે. સમગ્ર દુનિયામાં વર્ષે 3.50 લાખ કન્ટેનર ની જરૂર પડે છે, તેમાં પણ કોરોના કાળ બાદ દુનિયાભરમાં કાર્ગોની માંગ વધતાં આપણી સરકારે તે દિશામાં વિચારી રાખ્યું હતું. સ્થાનિક કક્ષાએ કાર્ગો નું ઉત્પાદન થાય એ માટે સરકારે ઉદ્યોગપતિઓને આહવાન કરતાં ભાવનગર ના ઉદ્યોગપતિઓએ એ ચેલેન્જ સ્વીકારી લીધી છે. આગામી દિવસોમાં ભાવનગર કાર્ગો કન્ટેનર બનાવવામાં દેશ માં પ્રથમ સ્થાને હશે તેવી આશા સેવાઈ રહી છે. 

10 હજાર કન્ટેનર બનાવવાના મળ્યા ઓર્ડર
ભાવનગરના નવાગામ ખાતે આવડ કૃપા ગ્રૂપ ઓફ કમ્પની  અને જુના બંદર રોડ ઉપર આવેલી એસ.મોહનલાલ કાર્ગો પેઢી દ્વારા કાર્ગો  કન્ટેનરનું નિર્માણ શરૂ કરી દેવાયું છે. અને તાજેતરમાં આ કંપનીને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત ભવનગર ની કંપનીઓને 10 હજાર થી વધુ કન્ટેનર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે..ભાવનગરની આ બે કંપનીઓ દ્વારા દરમહિને આઈ એસ ઓ પ્રમાણિત 500 થી વધુ કન્ટેનર બનાવવાનું શરૂ  કર્યું છે અને તેની માંગ માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ વધવા લાગી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંવીયાએ થોડા સમય પહેલા કન્ટેનર બનાવતા આ મેનુફેક્ચરિંગ યૂનિટની મુલાકાત લીધી હતી અને કામગીરી નિહાળી હતી.

મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગની પણ સુવિધા
ભાવનગરમાં આવેલી આવડ કૃપા ગ્રૂપ ઓફ કમ્પની અને એસ.મોહનલાલ કાર્ગો પેઢીદ્વારા સ્થાનિક કક્ષાએ કન્ટેનર બનાવવા ઉપરાંત તેમના ટેસ્ટિંગ માટેની સુવિધા આ પણ ઊભી કરી છે, આવી સુવિધા દેશમાં બીજે ક્યાંય નથી...આ ટેસ્ટિંગ માં કન્ટેનરની મજબૂતાઈ તેમજ વજન ઉપાડવાની ક્ષમતા અને આઈ એસ ઓ પ્રમાણિત મિકેનિઝમ નું પણ ટેસ્ટિંગ થાય છે. આમ, ભાવનગરમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનો વિકાસ થવાના કારણે 500 થી વધુ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળશે તેમ પણ ઉદ્યોગકારો નું કહેવું છે. ભાવનગર  હીરા ઉધોગ, અલંગ શિપ યાર્ડ, રોલિંગ મિલ, વેહિકલ સ્ક્રેપિંગ યાર્ડ અને હવે કન્ટેનર હબ બનાવની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે  કન્ટેનરના નિર્માણમાં જ્યારે જ્યારે  આત્મનિર્ભર ભારતનું નામ લેવાશે ત્યારે તેમાં ભાવનગરનું નામ અચૂક જોડાશે તે નક્કી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ