બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / The 77-year-old grandfather preparing for standard 12 after giving 55 times exam for 10th

અડીખમ / 55 વાર નપાસ થયા પછી 10મુ પાસ કર્યું, હવે 77ની ઉંમરે 12માંની પરીક્ષા આપશે આ વ્યક્તિ

Khyati

Last Updated: 10:47 AM, 14 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના 77 વર્ષીય દાદાએ 55 વખત ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ 56મી વખત પરીક્ષા પાસ કરી. હાલ ધોરણ 12ની પરીક્ષાની કરી રહ્યા છે તૈયારી

  • 77 વર્ષીય દાદાનો જુસ્સો અડીખમ
  • 55 વખત ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા
  • 56મી વખત પાસ થયા અને હવે ધો.12ની તૈયારી શરુ કરી 

ઉંમર 77 પણ જુસ્સો તો 22 વર્ષ જેવો. માથે ભલે ધોળા આવી ગયા પણ નાસીપાસ થવાનુ તો તેમની ડિક્શનરીમાં નથી. આંખે ભલે ઝાંખુ દેખાતુ પણ મનોબળ મક્કમ. ટીનએજમાં જ લોકો નાની નાની વાતોમાં મોતને વ્હાલુ કરી લે છે. જીવનમાં આશા છોડી દે છે. પરંતુ 77 વર્ષીય દાદાનુ મનોબળ અને જુસ્સો જોઇને ખરેખર સલામી આપવાનું મન થાય. તેમણે 10માં ધોરણની પરીક્ષા 55વખત આપી અને 56મી વખત પાસ થયા. અને અત્યારે હાલ ધોરણ 12 પાસ કરવાની
તૈયારી કરી રહ્યા છે.  તો જાણીએ કોણ છે વ્યક્તિ. 

1962માં પ્રથમ વખત પરીક્ષા આપી હતી

આ વાત છે રાજસ્થાનના જાલોરના સરદારગઢમાં રહેતા હુકુમદાસની. જેમનો જન્મ 1945માં થયો છે. તેઓએ તીખી ગામમાંથી ધોરણ 8 સુધીનો અભ્યાસ પુરો કર્યો. 1962માં તેમણે ધોરણ 10ની પહેલીવાર પરીક્ષા આપી હતી. મોકલસર ગામથી તેમણે પહેલીવાર પરીક્ષા આપી હતી તે વખતે પરીક્ષા કેન્દ્ર તેમનુ બાડમેર આવ્યુ હતું. આ પરીક્ષામાં તેઓ નાપાસ થયા. બીજી વખત પરીક્ષા આપી તેમાં પણ તેઓ નાપાસ થયા. તેઓ નાપાસ થતા મિત્રો તેમને ખીજવવા લાગ્યા હતા કે તારાથી કદી ધોરણ 10 પાસ નહી થાય. બસ ત્યારથી જ હુકુમદાસે સ્વીકારી લીધુ તે ધોરણ 10 તો હું પાસ કરીને જ બતાવીશ.

અભ્યાસમાં ઘણી જ મુશ્કેલીઓ આવી

હુકુમદાસે મિત્રોનો પડકાર તો સ્વીકારી લીધો  પરંતુ ઘરની જવાબદારીને કારણે તેમણે ભણવામાં મુશ્કેલી પડતી હતી.  જો કે તેમને બે ત્રણ વર્ષ પછી
ભૂગર્ભજળ વિભાગમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે જોડાયા હતા.  આ બાદ તેમણે નિયમિત રીતે અભ્યાસ છોડી દીધો.

2010 સુધી 48 વખત પ્રયાસ કર્યો

 2010 સુધી, તે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી 10માંની પરીક્ષામાં 48 વખત હાજર રહ્યો હતો અને દરેક વખતે તે નાપાસ થયો હતો. હવે તેણે સ્ટેટ ઓપન બોર્ડમાંથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું. 2019 માં, તેણે બીજા વિભાગ સાથે 10મી પરીક્ષા પાસ કરી. આ પછી તેણે 2021-22ના સત્રમાં 12મા ધોરણમાં એડમિશન લીધું અને હવે તે 12માની પરીક્ષા આપશે. તાજેતરમાં જ હુકુમદાસે ધોરણ 12માં કલાની બાજુથી પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ સબમિટ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ સમય દરમિયાન તેમના પૌત્રે શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ધોરણ 12 આર્ટસની પરીક્ષાની તૈયારી શરુ

હુકુમદાસ 2005માં નોકરીમાંથી નિવૃત્ત થયા. 2010 સુધી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણમાં 48 વખત પરીક્ષા આપવા બેઠા હતા. તેમણે સ્ટેટ ઓપન બોર્ડથી પરીક્ષા આપવાનુ નક્કી કર્યુ હતુ. 2019માં તેમણે ધોરણ 10ની પરીક્ષા સેકન્ડ ડિવીઝન સાથે પાસ કરી લીધી. જે બાદ2021-22માં ધોરણ 12માં  એડમિશન લીધુ અને હવે ધોરણ 12ની પરીક્ષા આપશે. જો કે અહીં નવાઇની વાત તો એ છે તેમના પૌત્રએ આ સમયગાળામાં સ્કૂલ શિક્ષણ પુરુ કરી લીધુ છે. જ્યારે તેના દાદા ધોરણ 12ની તૈયારીઓ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ