take these things into account if you are planning a road trip in summer
તમારા કામનું /
ફરવા જવાનો પ્લાન હોય તો ભૂલથી પણ ન ભૂલતા આ ચીજ, નહીંતર મુસાફરી દરમિયાન થઈ જશો પરેશાન
Team VTV11:51 AM, 23 May 22
| Updated: 11:52 AM, 23 May 22
જો ઉનાળામાં તમે રોડ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો, તો ગાડીને લઈને અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાણો કઈ કઈ છે આ બાબતો.
ઉનાળામાં રોડ ટ્રીપ પ્લાન કરતા હોવ, તો ગાડીને લઈને રાખો સાવધાની
ટ્રીપ પર જતા પહેલા ગાડી કરી લો ચેક
ફર્સ્ટ એડ બોક્સ પણ હોવું જરૂરી
મે અને જૂનના મહિનામાં સૌથી વધારે ગરમી થાય છે, પરંતુ આ જ દિવસોમાં લોકો ફેમિલી ટ્રીપ પણ પ્લાન કરે છે. આવામાં જો તમે પણ રોડ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો, તો આ કાળઝાળ ગરમીમાં પોતાની ગાડીને લઈને સાવધાન રહેવું જરૂરી છે. નીકળતા પહેલા કારની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે અહી અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમારી રોડ ટ્રીપ કોઈ તકલીફ વગર યાદગાર બની જશે.
1. બધી લાઈટ ચેક કરો
નીકળવાના એક અથવા બે દિવસ પહેલા પોતાની કારને દિવસે અને રાત્રે પણ ચાલાવીને ચેક કરી લો. આ પ્રકારે કારની બધી લાઈટ ચેક થઇ જશે, કેમકે જો કારની લાઈટ્સમાં કોઈ તકલીફ નીકળશે, તો હાઈવે પર તકલીફ પડી શકે છે.
2. ACને સર્વિસ કરાવો
ગરમીમાં કારમાં સફર કરતા સમયે સૌથી જરૂરી વસ્તુ છે કારનું AC, કેમકે જો તે ખરાબ હશે, તો તમે બીમાર પણ પડી શકો છો. એટલા માટે કારનું AC સારી રીતે ચેક કરી લો અને જરૂર જણાય તો તેની સર્વિસ પણ કરાવી લો.
3. ઓઈલ અને કુલેંટનું રીચેક
ઘરથી નીકળતા પહેલા તમારે એ નક્કી કરવું પડશે કે તમારી કારનું ઓઈલ, કુલેંટ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં. જો એ થોડું પણ ઓછું છે, તો ફૂલ કરાવી લેવું જોઈએ.
4. વાઈપર બ્લેડ પર આપો ધ્યાન
ટ્રીપ શરુ કરતા પહેલા કારની વાઈપર બ્લેડ પણ ચેક કરવી જોઈએ, કેમકે લાંબા સફરમાં કાચ સાફ કરવાની જરૂર પડે છે. જો વરસાદ પડ્યો, તો તકલીફ વધી શકે છે.
5. ફર્સ્ટ એડ કીટ
રોડ ટ્રીપ પર જતા પહેલા જેટલા પણ લોકો જઈ રહ્યા છે, તેમની રેગ્યુલર દવાઓની સાથે સાથે ફર્સ્ટ એડ કીટ પણ જરૂર રાખવી જોઈએ, જેમાં લૂઝ મોશન, માથામાં દુખાવો, એલર્જી વગેરે દવાઓ હોવી જોઈએ. સાથે અમુક બેન્ડેજ પણ રાખો.
6. ટાયર ચેક કરી લો
જો કે, જ્યારે આપણે શહેરમાં હોઈએ છીએ, ત્યારે આપણે કારના ટાયર પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ જો તમે લાંબા પ્રવાસ પર હોવ તો ટાયર પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમારા ટાયર ફાટી ગયા હોય તો તરત જ બદલો.