બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Syria Earthquake Video 7 year old sister saved her brother going under the rubble in syria

VIDEO / તુર્કીના વિનાશક ભૂકંપમાં ભાઇને હિંમત અપાવતી જોવા મળી 7 વર્ષની બહેન, 17 કલાક સુધી કાટમાળ નીચે દટાઇ રહ્યાં

Arohi

Last Updated: 02:44 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિનાશકારી ભૂકંપે સીરિયા અને તુર્કીને સંપૂર્ણ રીતે તબાહ કરી દીધુ છે. અહીંથી એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.

  • તુર્કી અને સીરિયામાં ભૂકંપે ખૂબ તબાહી મચાવી 
  • ભૂકંપ બાદનો એક વીડિયો થઈ રહ્યો છે વાયરલ
  • 7 વર્ષની બહેને પોતાના ભાઈને આ રીતે બચાવ્યો

છ ફેબ્રુઆરી 2023નો દિવસ તુર્કી અને સીરિયાના ઈતિહાસમાં ક્યારેય નહીં ભુલાવી શકાય. 4.17 વાગ્યે આવેલા ભૂકંપે બધુ જ તબાહ કરી દીધુ હતું. અત્યાર સુધી આઠ હજાર લોકોના મોત થઈ ચુક્યા છે અને ઘણી તસવીરો દિલ તોડવા વાળી પણ છે. ઘણા માસુમ બાળકોના પણ મોત થયા છે. 

પરંતુ અહીંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાત વર્ષની બાળકી અને તેનો નાનો ભાઈ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ભાઈ બહેનનો સુંદર સંબંધ જોવા મળી રહ્યો છે. જે આ દુનિયામાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આ બંન્ને બાળકોને 17 કલાક બાદ કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 

ભાઈની રક્ષા માટે બહેને જુઓ શું કહ્યું 
ભૂકંપનો કાટમાળ જોઈને જ ડર લાગે તેની અંદર આ બાળકી ડર્યા ગભરાયા વગર પોતાના ભાઈની રક્ષા કરતી જોવા મળી રહી છે. તેની પીઠ ઉપર એક પથ્થર હતો પરંતુ તે પોતાના ભાઈને ઈજા પહોંચાડવા ન હતી માંગતી. 

જોકે અમુક લોકોનું કહેવું છે કે આ બાળક તેની બહેન છે. પરંતુ યુનાઈટેડ નેશંસના પ્રતિનિધિ મોહમ્મદ સાફાએ જેમણે આ વીડિયોને ટ્વીટ કર્યું છે તેમણે બીજા બાળકને તેનો ભાઈ જણાવ્યો છે. 

17 કલાક સુધી ફસાયેલા રહ્યા બંન્ને 
સાફાએ લખ્યું, "આ સાત વર્ષની બાળકી પોતાના નાના ભાઈના માથા પર હાથ રાખીને તેની રક્ષા કરી રહી છે. જ્યારે બંન્ને કાટમાળમાં 17 કલાક સુધી ફસાયેલા રહ્યા. આ તસવીરને કોઈએ શેર નથી કર્યું અને જો તે મરી જાત તો બધા તેને શેર કરત." સાફાએ અંતમાં લખ્યું, "પોઝિટિવને શેર કરો." 

તુર્કી અને સીરિયા બન્ને દેશોમાં જ્યારે તબાહી થઈ છે. આ તબાહીમાં ઘણા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો અમુક બચીને બહાર નિકળ્યા છે. લોહી જમાવી દે તેવું તાપમાન અહીં રાહત કાર્યમાં અડચણ ઉભી કરી રહ્યું છે. રાહત અને બચાવકર્મી રોકાયા વગર અને થાડ્યા વગર કાટમાળમાંથી લોકોને કાઢવાનું કામ કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Syria Earthquake Turkey earthquake turkey earthquake news viral video તુર્કી ભૂકંપ turkey earthquake news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ