બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / swati singh reaction on bjp candidate list

UP ELECTION / મારા રોમે રોમમાં ભાજપ છે, હું અહીંયા જ રહીશ અને અહીંયા જ મરીશ, BJPમાંથી ટિકિટ કપાતા કર્યો બચાવ

Pravin

Last Updated: 01:16 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં નેતાઓના આયારામ ગયારામની ઘટાનો એક પછી એક સામે આવી રહી છે.

યુપીમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં નેતાઓના આયારામ ગયારામની ઘટાનો એક પછી એક સામે આવી રહી છે. ત્યારે હવે ફરી એક વાર યોગી સરકારના મંત્રી સ્વાતિ સિંહના રાજીનામાની અફવા ચાલી હતી. હકીકતમાં જોઈએ તો, લખનઉની સરોજીની નગર સીટ પરથી તેમની ટિકિટ કપાયા બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, સ્વાતિ સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. જો કે, ટિકિટ કપાયા બાદ સ્વાતિ સિંહનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું કે, મારા રોમે રોમમાં ભારતીય જનતા પાર્ટી છે. હું અહીંયા જ છું. અહીંજ રહીશ અને અહીં જ મરીશ.

સ્વાતિ સિંહને પતિ દયાશંકર સિંહ સાથે ચાલી રહેલા કથિત વિવાદ અને ટિકિટને લઈને ચાલી રહેલી વાતો પર કહ્યુ કે, પતિ સાથે તેમને કોઈ વિવાદ નથી. હું ભારતીય જનતા પાર્ટીમાં જ છું. આ એ પાર્ટી છે, જે ક્યારેય ખોટો નિર્ણય લેતી નથી. હું ભાજપ પરિવારનો ભાગ છું અને રહીશ. મેં 17 વર્ષની ઉંમરમાં વિદ્યાર્થી પરિષદ જોઈન કરી હતી અને મારા રોમે રોમમાં ભારતીય જનતા પાર્ટી છે. હું અહીં જ રહીશ અને અહીં જ મરીશ.

 


ટિકિટ કપાયા બાદ સ્વાતિ સિંહ શું બોલ્યા

સ્વાતિ સિંહે કહ્યું કે, મને જ્યારે પણ પૂછવામાં આવ્યું કે, સરોજની નગરથી ભાજપના ઉમેદવાર કોણ હશે, તો હું હંમેશા કહેતી આવી છું કે, અહીંથી કમળનું ફુલ લડશે. આ હાઈકમાન્ડ નિર્ણય લેશે, ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો હશે,, તો મારા માટે કંઈ સારૂ જ વિચાર્યું હશે.


આપને જણાવી દઈએ કે, સ્વાતિ સિંહ લખનઉની સરોજની નગરથી ભાજપની ટિકિટ માગી રહ્યા હતા. આ સીટ પરથી તેમના પતિ દયાશંકર સિંહ પણ ટિકિટ માગી રહ્યા હતા. ભાજપે ઝઘડો ખતમ કરવા માટે ઈડીના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર રાજેશ્વર સિંહને લખનઉની સરોજની નગર વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવી દીધા છે.

એવો ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, ભાજપમાંથી ટિકિટ કપાયા બાદ સ્વાતિ સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે અને સપા તેમને લખનઉની સરોજની નગર સીટ પરથી ઉમેદવાર બનાવશે. પણ સપાએ આ સસ્પેંસને ખતમ કરતા સરોજની નગર સીટ પરથી અભિષેક મિશ્રાને ઉમેદવાર બનાવી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ