બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 10:57 PM, 16 November 2019
ADVERTISEMENT
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી થતી ઊઘાડી લૂંટ વચ્ચે આજે વાત કરવી છે એક એવી હોસ્પિટલ કે જ માનવને જ દેવ માનીને તેની સેવા સુશ્રૂષા કરે છે. જોઈએ આ માનવતાના જયકારનો આ અહેવાલ.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આવેલી છે. આમતો સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી સૌરાષ્ટમાં ભ્રમણ દરમિયાન આ વિસ્તારમાં એક નિઃશુલ્ક સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું સ્વપ્નું ધરાવતા હતા અને તે સ્વપ્ન 15 વર્ષ પહેલા પૂર ઉઠ્યું હતું અહીં ટીમ્બી ગામે જયારે આ સંત આવ્યા ત્યારે તેમના શિષ્ય મનુબેન દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.
ADVERTISEMENT
9 જાન્યુઆરી 2011 માં 5 કરોડના ખર્ચે આકાર પામી હોસ્પિટલ
ત્યારથી જ અહીં આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું આ આરોગ્યધામ 9 જાન્યુઆરી 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું હતું. જેનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો હતો અને તેનો અમલ કરીને તેમને આ હોસ્પિટલ રૂપી માનવ સેવા હોસ્પિટલ બનાવીને ટ્રસ્ટને સોંપ્યું હતું. આ હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર અને ઓપરેશન થાય છે સર્જરી થાય છે.
મોટો ઓપરેશન કરાય છે નિ:શુલ્ક
પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. ના ઓપરેશનો વિનામૂલ્યે થાય છે 24 કલાક ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ-ડીફ્રિબ્રીલેશ; મોનિટરિંગ વગેરેની સુવિધા.પણ ઉભી કરવામાં આવી છે
દેશભરમાંથી આવે છે દર્દીઓ
આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી એટલું જ નહીં અહીં ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરવામાં આવે છે આ માનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી . આ હોસ્પિટલ ના સંચાલન માટે દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. અહીં હવે માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પણ રાજય ના અનેક ભાગ માંથી લોકો સારવાર માટે આવે છે આ હોસ્પિટલ હવે સોસીયલ મીડિયા ના માધ્યમ થી નિઃશુલ્ક સેવાના કારણે દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રસિદ્ધ બન્યું છે.
સગર્ભા બહેનોને અપાય છે સુખડી અને શીરો
આ હોસ્પિટલ ની સાથે અહીં એક ગૌશાળા નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં રહેતી ગીર ગાયના દૂધ ને દર્દીઓ ને પીવા માટે આપવામાં આવે છે આ ઉપરાંત અહીં સગર્ભા બહેનોને સુખડી તેમજ સેરો પણ આપવામાં આવે છે અહીં દુઃખ ણ દર્દ લઇને આવેલા દર્દીઓ સજા થઈને હસતા મોઢે પોતાના ઘરે પરત ફરે છે આથી દર્દીઓ પણ આ માનવ સેવાથી ખુશ છે.
ગુજરાતની ઓળખાણ બની હોસ્પિટલ
સામાન્ય રીતે સંતો- મહંતો કે અન્ય લોકો પોતાની વાહ વાહ મેળવા કાર્યક્રમો કરતા હૂઈ છે અને સુવિધા ઉભી કરતા હોઈ છે પરંતુ નિર્દોષાનંદજી સ્વામી એ નામ મેળવવા નહીં પરંતુ ગરીબ દરિયોના સધિયારા બનાવ માટે આ હોસ્પિટલ ઉભી કરી છે જે ગુજરાત માટે વિના મુલ્યે સેવા આપતી હોસ્પિટલ માટે ઘરેણું છે તેમ કહી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.