બ્રેકિંગ ન્યુઝ
Shyam
Last Updated: 11:22 PM, 21 June 2021
ADVERTISEMENT
જેતપુરના ઉપલેટા અને ભાયાવદર અને તેની આસપાસના વિસ્તારમાં આકાશમાં ભેદી વસ્તુ દેખાઈ છે. આકાશમાં ભેદી વસ્તુ દેખાતા ભાયાવદરના લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકો પોતાના ઘરેથી બહાર આવી ગયા હતાં. તેમજ વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા છે. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી છે. લોકોએ મોબાઇલમાં પણ તેના દ્રશ્યો કેદ કર્યા છે. પ્રકાશિત વસ્તુના દ્રશ્યોથી લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ ગીર સોમવાથ જિલ્લામાં ફરી એકવાર ભેદી ધડાકા સંભળાતા હોવાનું સામે આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લામા અજીબોગરીબ ઘટના સામે આવી હતી જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સંભળાયા હતા. ભેદી ધડાકાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કેટલાક લોકો તો ભૂકંપની આશંકા પણ સેવી રહ્યા હતી ભૂકંપ થવાને લઈને ભેદી ધડાકા સંભળાતા હોય તેવું લોકો અમુમાન કરી રહ્યા હતી. કેટલાક લોકો ધડાકા સાંભળતા જ ઘરોની બહાર નીકળી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.