બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat youth makes home in factory and you don't need bricks and wall

વાહ / એક એવું ઘર જે બનાવવા માટે નથી જરૂર ઇંટ, રેતી કે સિમેન્ટની પરંતુ બને છે આ ફેક્ટરીમાં

Kavan

Last Updated: 11:51 PM, 20 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું પહેલું અને સૌથી મહત્ત્વનું સ્વપ્ન હોય છે. ઘર કેવું બનાવવું એનો એક પ્લાન દરેકના મગજમાં હોય છે, પણ જ્યારે ઘર ખરીદવા કે બનાવવામાં આવે ત્યારે તેમાં ઘણા બધાં ફેરફાર કરવા મજબૂર થવું પડતુ હોય છે.

જો કે, સુરતના એક યુવાને મોડ્યુલર હોમ નામે એક નવો જ આઈડિયા મૂર્તિમંત કર્યો છે, એટલે કે તમે જેવી કલ્પના કરો છો એવી ડિઝાઇન કે ફેસિલિટીવાળું ઘર હવે ફેકટરીમાં તૈયાર થશે અને તમે જ્યાં ઈચ્છા કરો ત્યાં તે સ્થાપિત કરી શકશો.

બંગલા જેવા  લાગતા આ ઘરની ખાસિયત જાણીને આશ્ચર્ય ચકિત થઇ જવાશે. કેમ કે આ બંગલો કોઈ પરંપરાગત મટીરિયલમાંથી નથી બનેલો કે નથી પરંપરાગત ઢબે બનેલો. એટલે સુધી કે આ ઘર બનાવવા માટે નથી તો કોઈ કડિયા રોકવા પડયા કે નથી  ઈંટ, રેતી, કે સિમેન્ટ વાપરવી પડી. 

ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે ઘર

હકીકતમાં આ મકાન એક ફેક્ટરીમાં તૈયાર થયેલું છે અને આ નવતર આઈડિયાને મૂર્તિમંત કરનાર કલાકારનું નામ છે અવિનાશ ગોધાણી. સુરતના સચિન ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અવિનાશ ગોધાણી લોકોના સ્વપ્ન અને કલ્પના મુજબ ના ઘર પોતાની આધુનિક ફેકટરીમાં તૈયાર કરી આપે છે. 

ફેક્ટરીમાં બનતું સપનાનું ઘર

ઘરને મોડયુલ હોમ તરીકે ઓળખવામાં આવે છે

હવે આપણે આશ્ચર્ય ચકિત કરનારા આ ઘરની રચના વિશે જાણીએ. આ ઘરને મોડયુલ હોમ કહેવામાં આવે છે. વિશાળ ઘર વિવિધ 12 મોડયુલમાં તૈયાર થયેલું છે. જેના દરેક મોડયુલ ફેક્ટરીમાં જ બનેલા છે. આ ઘરમાં વપરાયેલા 95 ટકા પાર્ટસ ફેક્ટરીમાં જ તૈયાર કરેલા છે. તમને નવાઈ લાગશે કે આપણા પરંપરાગત મટીરિયલ અને પરંપરાગત પદ્ધતિથી બનેલા મકાનો ભૂંકપના મોટા ઝટકા સામે ટકી શકતા નથી. 

10ની તીવ્રતા વાળા આંચકાને પણ કરી શકે છે સહન 

પરંતુ આ મોડયુલ ઘર 10ની તીવ્રતા વાળા આંચકા સામે પણ અડીખમ રહી શકે એ પ્રમાણે આ ઘર ડિઝાઈન કરેલું છે. આ બનાવવા માટે 100 ટકા લાઈટવેઈટ કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવે છે. જે સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે. 

ઈકોફ્રેન્ડલી ઘર

મોડયુલ હાઉસ બિલકુલ વાતાનુકૂલિત 

એટલું જ નહીં, દિવાલ અને સ્લેબમાં અલગ અલગ પ્રકારની કોંક્રિટનો ઉપયોગ કરવામા આવે છે. બીજી વાત એ કે સામાન્ય ઘર કરતાં આ ઘરનું ઓક્સિજન લેવલ ત્રણ ગણું સારુ રહે છે. આ ઘર સાઉન્ડ પ્રૂફ હોય છે. આ મોડયુલ હાઉસ બિલકુલ વાતાનુકૂલિત છે. બહારના ટેમ્પરેચર કરતાં આ ઘરની અંદરનું ટેમ્પેરચર અડધું થઈ જાય છે. આ ઘર સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે અને એનર્જી સેવિંગ કરવામાં મદદરૂપ બને છે. આ પ્રકારનાં ઘર માટેના તમામ મોડયુલ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે પછી, તેને  સાઈટ પર લઈ જઈને જોડવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Home VTV વિશેષ Vtv વિશેષ ન્યુઝ factory surat wall ગુજરાતી ન્યૂઝ ઘર ફેક્ટરી સુરત OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ