ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / surat taxshila fire child student death

અગ્રિકાંડ / સુરતમાં તક્ષશિલા અગ્રિકાંડની પ્રથમ વરસી, મૃતક બાળકોના પરિવાર હજુ પણ ન્યાયની રાહમાં...

Published By: Divyesh

Last Updated: 08:35 AM, 24 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક વર્ષ પહેલા અગ્રિકાંડની આજે પ્રથમ વરસી છે. આજે પણ અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં કાળજુ કંપી ઉઠે છે. શહેરના તક્ષશિલા અગ્રિકાંડમાં 22 બાળકોના મૃત્યું થયા હતા. આ અગ્રિકાંડે રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે.

ADVERTISEMENT

  • સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી
  • હજુ પણ પરિવાર ન્યાયની જોઈ રહયા છે રાહ
  • કસૂરવાર દોષિતોને હજુ પણ નથી મળી સજા

સુરતના તક્ષશિલા અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયો છે.  એક વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અગ્નિકાંડના દોષિતોને હજુ સુધી સજા મળી નથી.

આ ઘટના મામલે ફાયર ઓફિસર, મનપા અધિકારીઓ, બિલ્ડર, ટ્યુશન કલાસીસ સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.  એક વર્ષ વિત્યા બાદ હજુ પણ 14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પેન્ડિંગ છે.

મહત્વનું છે કે, તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. 22 બાળકોના મોત બાદ પણ હજુ સુધી આરોપીઓને સજા ન થતા સરકાર તેમજ પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
 



શું થયું અગ્નિકાંડ બાદ ?

આ તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને પગલે બે બિલ્ડરોની ધરપકડ થઈ હતી. સુરત મનપાના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં હતી. બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ હતી. મનપાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. બે ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના મોટેભાગના ડોમ અને ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. અલગ અલગ વિભાગના કુલ 10 કર્મચારીઓની ધરપકડ થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Death student surat taxshila arcade તક્ષશિલા અગ્નિકાંડ બાળક મોત વિદ્યાર્થી સુરત Surat Taxshila Tragedy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ