બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / supreme court judgement will be a turning point in maharashtra

સંકટ / શું ખતરામાં છે શિંદે સરકાર? કોર્ટના આ ચુકાદાની જોવાઈ રહી છે રાહ, વિપક્ષના નિવેદનોથી ઘમાસાણ

Kishor

Last Updated: 03:37 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખુરશી પર જોખમ હોવાના અણસાર વર્તાઈ રહ્યા છે. તાજેતરમાં 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેએ શિવસેનામાંથી બળવો કરી મહારાષ્ટ્માં ભાજપ સાથે મળી સરકાર સ્થાપી હતી. જે બાદ કોર્ટમા અરજી કરાઈ હતી. જેનો ચુકાદો ટૂંક સમયમાં આવી શકે છે.

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખુરશી પર જોખમ
  • બળવા બાદ કોર્ટમાં કરાઈ હતી અરજી
  • આ અઠવાડિયે કોર્ટ દ્વારા અપાઈ શકે છે ચુકાદો

મહારાષ્ટ્રનું રાજકારણ વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડ્યું છે. જેમાં મુખ્યમંત્રી એકનાથની શિંદેની ખુરશી ખતરામાં હોય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. જેને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એવી પ્રબળ શક્યતા સેવાઇ રહી છે કે મુખ્યમંત્રી તરીકેની આ ખુરશી પર અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને સુપ્રિયા સુલે તથા જયંત પાટીલ તેમજ રાધાકૃષ્ણ સહિતના નેતાઓમાંથી કોઈ એક બેસી શકે છે. આવી સ્થિતિમા સુપ્રીમ કોર્ટ હવે ગમે તે ઘડીએ ચુકાદો આપી શકે છે આથી સમગ્ર દેશના મીટ આ સતા સંઘર્ષ પર મંડાઇ છે.

અદાણી-હિડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીનું કરશે ગઠન, કહ્યું સંપૂર્ણ  પારદર્શિતા ઈચ્છીએ છીએ, જુઓ સુનાવણી વખતે કોર્ટે શું ટાંક્યું ...

વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા સસ્પેન્શનની નોટિસ અપાઈ હતી

એકનાથ શિંદે અને શિવસેનાના 40 ધારાસભ્યોના પોતાના પક્ષમાંથી બળવો કરી અને ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા બને પક્ષના મંતવ્ય સાંભળી અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આ અઠવાડિયે કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. તેવું નિષ્ણાતો માની રહ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા સસ્પેન્શનની નોટિસ અપાઈ હતી. જેને તમામ ધારાસભ્ય દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી

કોર્ટ દ્વારા અપાતો આ નિર્ણય સીએમ શિંદે તરફેણમાં નહીં આવે તો તેમની ખુરશી ચોક્કસ જઈ શકે છે. રાજ્યના અનેક નેતાઓ અને તેના સમર્થકો ની નજર પણ સીએમ તરીકેની આ ખુરશી પર અટકેલી છે જેમાં કેટલાક સમયથી માત્ર પાંચ નેતાઓના જ ભાવી મુખ્યમંત્રી તરીકે નામ ચર્ચા રહ્યા છે. ખાસ વાત તો એ છે કે  તેમના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે.

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા, સાથી ધારાસભ્યોને મુંબઈ પરત લાવશે |  maharashtra politics eknath shinde land in goa with shiv sena rebel mlas

મહારાષ્ટ્રના રાજકારણમાં સોપો પડી ગયો

શિવસેનાના 40 ધારાસભ્યો અને એકનાથ શિંદેએ કરેલા બળવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં સોપો પડી ગયો હતો અને તેને મહારાષ્ટ્રના રાજકારણના ઇતિહાસનો સૌથી મોટો બળવો પણ કહેવામાં આવી રહ્યો છે. શિંદેના આ પગલાને લઈને તેઓ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માનીતા બની ગયા હતા. શિંદે અને અમિત શાહ વચ્ચે શાનદાર ટ્યુનિંગ હોવાના પણ બીજેપી અને શિવસેનાના નજીકના સૂત્રો કહી રહ્યા છે કે ત્યારે હવે આ સમાચારને લઈને કોર્ટના નિર્ણય બાદ શિંદેને વિધાનસભા પરિષદના સભ્ય બનાવીને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ