બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Daily Horoscope / sun and satrun will opposite now these people mey get disturb

જ્યોતિષ / 17 ઑગષ્ટ સુધી આ રાશિના જાતકોએ ખાસ સાચવવું, શનિ અને સૂર્યની સ્થિતિ ભયંકર યોગનું કરશે સર્જન

Khyati

Last Updated: 11:07 AM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને શનિ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે પરંતુ આ વખતે બંને એવા ભાવમાં સ્થાન પામ્યા છે સર્જાઇ રહ્યો છે અશુભ યોગ

  • 17 ઑગષ્ટ સુધી ખાસ સાચવવું
  • સૂર્ય-શનિનુ સાતમાં ભાવમાં સ્થાન
  • બંને ગ્રહો એક જ ભાવમાં આમને સામને 

વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને શનિ ગ્રહોનું વિશેષ મહત્વ છે. સૂર્યને હિંમત, ઉર્જા અને શક્તિનો કારક માનવામાં આવે છે, જ્યારે શનિદેવને ગ્રહોના ન્યાયાધીશ કહેવામાં આવે છે. હાલમાં સૂર્ય અને શનિ સામ-સામે હોવાના કારણે સંસપ્તક યોગ બની રહ્યો છે. 16મી જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કર્યો જ્યારે શનિ હાલમાં મકર રાશિમાં પૂર્વવર્તી અવસ્થામાં હાજર છે. 

સૂર્ય-શનિની સ્થિતિથી સંસપ્તક યોગ રચાશે

સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. આ બંને ગ્રહો એકબીજાના સાતમા ભાવમાં સ્થાન પામ્યા છે. આવી સ્થિતિમાં સંસપ્તક યોગની કેટલીક રાશિઓ પર અશુભ અસર પડી રહી છે. જ્યોતિષના મતે મિથુન, સિંહ, ધનુ અને કુંભ રાશિના લોકો પર સંસપ્તક યોગની અશુભ અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ કામ બગડી શકે છે. દલીલો વધી શકે છે. રોકાણમાં નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આ 4 રાશિના લોકોએ 17 ઓગસ્ટ સુધી સાવધાન રહેવાની જરૂર છે.

આ યોગનો દુષ્પ્રભાવ દૂર કરવા કરો આ ઉપાય 

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્ય અને શનિની અશુભ અસરને કેટલાક ખાસ ઉપાયોથી ઘટાડી શકાય છે. શનિવારના  દિવસે ભગવાન શિવનો જલાભિષેક અને શનિ પૂજા કરવાથી લાભ થાય છે. પ્રદોષ વ્રત રાખવાથી અને શ્રાવણ મહિનામાં પૂજા કરવાથી અશુભ અસર ઓછી થાય છે. શ્રાવણ મહિનામાં પહેલો પ્રદોષ વ્રત 25 જુલાઈએ અને બીજો 8 ઓગસ્ટે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ