Students and parents adopted government school education
મોહ ભંગ /
ભણશે ગુજરાત! વિદ્યાર્થીઓ તથા વાલીઓને સરકારી શાળાનું લાગ્યું ઘેલું, 7 વર્ષના આંકડાનો રિપોર્ટ આવ્યો સામે
Team VTV11:21 PM, 17 May 22
| Updated: 11:28 PM, 17 May 22
ગુજરાતમાં વાલીઓ અને વિધ્યાર્થીઓ સરકારી શાળાના શિક્ષણથી આકર્ષણ છે. છેલ્લા 7 વર્ષમાં લાખોની સંખ્યામાં વિધ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું છે
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખાનગી શાળાઓને બાય-બાય કહી વિધ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓ તરફ વાલીઓનો ઝુકાવ વધ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જેને લઈને સરકાર દ્વારા પણ શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નવા સત્ર દરમિયાન શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે માટે સોસાયટીઓમા ઘરે ઘરે જઇ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અંગેના વાલીઓને ફાયદા સમજાવવાની પણ શિક્ષકોને જવાબદારી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં 40 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી
રાજ્યમાં ખાનગી શાળાઓ પ્રત્યેનો વાલીઓ અને વિધ્યાર્થીઓમાં મોહ ભંગ થયો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 7 વર્ષમાં 3.27 લાખ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આંકડા મુજબ સાત વર્ષ દરમિયાન એકલા અમદાવાદમાં 40 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળાનું શિક્ષણ પસંદ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા સુંધારવા પણ સબંધિત તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. બાળકોને શૈક્ષણિક ર્દિષ્ટએ સમૃદ્ધ બનાવવા વિશેષ પ્રોજેકટ હાથ ધરાયા છે. સરકારી શાળાનાં બાળકો ખાનગી શાળાનાં બાળકો સાથે તાલ મિલાવી શકે તે માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે.
મંદી, મોંઘવારીને પગલે શિક્ષણ પછાળ ખર્ચ કરવો મુશ્કેલ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી મંદી, મોંઘવારી અને આધુરમાં પૂરું બે વર્ષથી કોરોનાએ કેડો ન છોડતા અને લોકોની રોજગારી છીનવાઇ ગઈ છે. જેથી સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવ્યા છે. આથી લોકોને મોંઘા ખાનગી શિક્ષણ પછાળ ખર્ચ કરવો પરવડે તેમ નથી. જેને લઇને લોકો સરકારી શાળામાં બાળકોને શિક્ષણ અપાવવા પ્રેરાયા છે. એ મહત્વનું એ પણ છે કે છેલ્લા વર્ષોમાં સરકારી શાળાના શિક્ષણની ગુણવતા પણ સુધરી છે. આ સહિતની પ્રતિકૂળતા અને અનુકૂળતાને લીધે સરકારી શાળાઓ વિધ્યાર્થીઓની સંખ્યાથી ખીચોખીચ ભરાઈ રહી છે.