બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Struggling to take booster dose in Ahmedabad for last 2 days in fear of Corona

ચેતવું જરૂરી / કોરોનાના ભયમાં છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં બૂસ્ટર ડોઝ લેવા પડાપડી, ચીનની સ્થિતિ જોતાં...: જુઓ જનતાએ શું કહ્યું

Priyakant

Last Updated: 11:39 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો, ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા

  • કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં જોવા મળ્યો ભય
  • ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા 
  • અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો
  • છેલ્લા 2 દિવસથી લોકો બૂસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે- આરોગ્ય કર્મચારી

ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. આ તરફ હવે કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો છે. ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા છે. આજે અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. 

અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. બૂસ્ટર ડોઝ લેવા અંગે આરોગ્ય કર્મચારીએ કહ્યું હતું કે,  છેલ્લા 2 દિવસથી લોકો બૂસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે. આ સાથે એક નાગરિકે જણાવ્યું હતું કે, ચીનની સ્થિતિ જોતાં બૂસ્ટર ડોઝ જરૂરી. મહત્વનું છે કે, હાલ અમદાવાદ શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગરી ચાલુ છે. જેથી તમામ લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન મળશે. 

મહત્વનું છે કે, ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું. ત્યારે ચીનમાં વધતા જતા કેસોને પગલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.

રાજકોટમાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક
રાજકોટમાં કોરોનાના ફરી બે કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. રાજકોટમાં બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે  મનપા તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ મનપાએ સરકાર પાસે કોવિશિલ્ડની વેક્સિન માંગી છે. શહેરમાં કોવેક્સિનના સ્થાને કોવિશિલ્ડના ડોઝ સૌથી વધુ અપાયા છે. લાખો લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે ત્યારે મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો ખૂટ્યો છે. 

સુરત મનપાનું આરોગ્ય વિભાગ અલર્ટ
શહેરમાં કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને પણ નવા વેરિયન્ટની સામે તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સુરત પાલિકાના હેલ્થ સેન્ટર પર ફરી કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નથી. શહેરમાં 50 લાખમાંથી 8 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 42 લાખ લોકોને પ્રીકોસન ડોઝ લેવાના બાકી છે. હાલ પ્રીકોસન ડોઝ માટે પણ કોઈ ચાર્જ વસૂલાતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ