બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:14 AM, 19 January 2022
ADVERTISEMENT
એર ઈન્ડિયાએ અમેરિકાની ઉડાનોને રદ્દ કરી દીધી
અમેરિકામાં આજથી 5જી સેવા શરુ થઈ રહી છે. આ કારણે હજારો ઉડાનોને અસર પહોચવાની આશંકા છે. આનાથી એર ઈન્ડિયાની ઉડાનોને પણ અસર થઈ છે. એર ઈન્ડિયાએ દુબઈથી અમેરિકાના વિભિન્ન એરપોર્ટ્સ પર આવનારી ઉડાનોને રદ્દ કરી દીધી છે.
ADVERTISEMENT
#FlyAI: Due to deployment of the 5G communications in USA,we will not be able to operate the following flights of 19th Jan'22:
— Air India (@airindiain) January 18, 2022
AI101/102 DEL/JFK/DEL
AI173/174 DEL/SFO/DEL
AI127/126 DEL/ORD/DEL
AI191/144 BOM/EWR/BOM
Please standby for further updates.https://t.co/Cue4oHChwx
ADVERTISEMENT
5જી ટેક્નીકથી એરલાઈન્સની ફ્રીક્વેન્સીમાં અડચણ આવવાની શક્યતા
હકિકતમાં 5જી ટેક્નીકથી એરલાઈન્સની ફ્રીક્વેન્સીમાં અડચણ આવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ ફક્ત એર ઈન્ડિયા જ અમેરિકા માટે ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહી છે. યૂનાઈડેટ એરલાઈન્સે કહ્યું કે અમેરિકાની સરકારનો આ પ્લાન વિમાન સેવાઓને ગંભીર રીતે અસર પહોંચાડશે.
ADVERTISEMENT
#FlyAI: Passengers scheduled to fly to Washington DC from Delhi by AI103 of 19th January’ 22 may kindly note the flight will operate as per schedule.
— Air India (@airindiain) January 18, 2022
Please stand by for updates regarding departures to other USA destinations.https://t.co/3RGQLhpVKS
ADVERTISEMENT
એર ઈન્ડિયાએ ફ્લાઈટની ઉડાનને લઈ કહ્યું, અન્ય ઉડાનો માટે અપડેટ ચેક કરતા રહો
એર ઈન્ડિયા તરફથી અમેરિકા તથા ભારતની વચ્ચે વિમાન સેવાઓમાં ફેરફાર કરવામાં આવવાનો છે. વિમાન સેવાઓ વાળી એર ઈન્ડિયાએ ટ્વીટ કરી આની જાણકારી આપી. હકિકતમાં અમેરિકામાં બુધવારે 19 જાન્યુઆરીથી 5જી ટેક્નોલોજી લાગૂ થવા થઈ રહી છે. આનાથી હજારો ઉડાનોને અસર પહોંચી શકે છે. દુબઈના અમિરાત એરલાઈન્સે મંગળવારે આ પ્લાન આપ્યો કે અમેરિકાની વિભિન્ન જગ્યાઓ પર જનારી ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે. કંપનીએ ટ્વીટમાં કહ્યુ કે 19 જાન્યુઆરીએ દિલ્હીથી વોશિંગ્ટન જનારી ફ્લાઈટ AI103 પોતાના નિયત સમયથી રવાના થશે. અન્ય ઉડાનો માટે અપડેટ ચેક કરો.
ADVERTISEMENT

લગભગ 10 એરલાઈન્સ કંપનીઓએ સરકારને એક પત્ર લખ્યો
ઉલ્લેખનીય છે કે અમેરિકાની તમામ મોટી એરલાઈન્સે બાયડન પ્રશાસનથી આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને આને થોડાક સમય માટે ટાળવાની અરજ કરી છે. કંપનીઓએ સાથે ચેતવણી પણ આપી કે આનું પરિણામ નુકસાનકારક હોઈ શકે છે. હકિકતમાં 5જી ટેક્નોલોજીથી એરલાઈન્સની ફ્રિક્વેન્સીમાં અવરોધ આવવાની આશંકા છે. લગભગ 10 એરલાઈન્સ કંપનીઓએ સરકારને એક પત્ર લખ્યો. પત્ર અનુસાર એરલાઈન્સ અને ટેલિકમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રીની વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વાતચીત બાદ 5જી ટેક્નોલોજીની શરુઆતને થોડાક દિવસોના ટાળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.