બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Stock market opening Sensex jumped 500 points as the market opened, Nifty also crossed 17 thousand

શેરબજાર ઓપનિંગ / માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સ 500 અંક ઉછળ્યો, નિફ્ટી પણ 17 હજારને પાર

Megha

Last Updated: 09:58 AM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સપ્તાહની શરૂઆતમાં આજે શેર બજાર ઘણું સારું અને તેજી સાથે ખૂલ્યું હતું. બીએસઈ(BSE)નો 30 શેરનો ઈન્ડેક્સ 198.07 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 60,007.04 પર ટ્રેડ કરી રહ્યો હતો

  • ભારતીય શેરબજારની શરૂઆત આજે જબરદસ્ત તેજી સાથે
  • સેન્સેક્સ અને નિફ્ટીના શેરમાં પણ જોવા મળી તેજી 
  • IT શેર્સની જબરદસ્ત તેજીએ બજારને ઉપર ખેંચી લીધું

નવા અઠવાડિયાની શરૂઆતમાં ભારતીય શેરબજારની શરૂઆત આજે જબરદસ્ત તેજી સાથે શરૂ થઈ છે. જણાવી દઈએ કે નવા કારોબારી સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ 60,000ને પાર કરી ગયો છે એ સાથે જ નિફ્ટી પણ 17680 ના લેવલને પાર કરી ગયું છે. 

નોંધનીય છે કે આજે IT શેર્સની જબરદસ્ત તેજીએ બજારને ઉપર ખેંચી લીધું છે. આ સાથે જ બેંક નિફ્ટીએ આજે ​જોરદાર મોમેન્ટમ સાથે શરૂઆત કરતાં 41525ને પાર કરી છે.

નવા સપ્તાહમાં કેવી રીતે ખૂલ્યું બજાર
જણાવી દઈએ કે નવા સપ્તાહની શરૂઆતમાં આજે બજાર ઘણું સારું અને તેજી સાથે ખૂલ્યું હતું. બજાર ખૂલતાની સાથે જે બીએસઈ(BSE)નો 30 શેરનો ઈન્ડેક્સ 198.07 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 60,007.04 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ સાથે જ એનએસઈ(NSE)નો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 86.00 પોઈન્ટ અથવા 0.49 ટકાના વધારા સાથે 17,680.35 પર ટ્રેડ કરી રહ્યો હતો. 

સેન્સેક્સ અને નિફ્ટીના શેરમાં પણ જોવા મળી તેજી 
નવા સપ્તાહની શરૂઆતમાં આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરમાં વધારો જોવા મળ્યો છે અને 2 શેર ઘટ્યા છે. આ સાથે જ નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરો તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને માત્ર 6 શેરો જ  લાલ નિશાનમાં છે.
 
હાલ સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો આવતાની સાથે જ આંકડો 60,300ને પાર કરી ગયો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે અને તે 17,750 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

સેન્સેક્સમાં તેજીવાળા શેર 
બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સના એચસીએલ ટેક, ઇન્ફોસીસ, પાવરગ્રીડ, વિપ્રો, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી, ટાટા મોટર્સ, ટાઇટન, એનટીપીસી, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એચયુએલ, બજાજ ફાઇનાન્સ જેવા શેર સૌથી વધુ વધ્યા છે. 

 સેન્સેક્સના આ શેરમાં ઘટાડો 
 આજે સેન્સેક્સના માત્ર બે જ શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલ શામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Today share market શેરબજાર શેરબજાર ન્યૂઝ શેરબજારમાં તેજી Share Market News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ