બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Statement by Delhi Education Minister Manish Sisodia after visiting schools in Bhavnagar

પ્રહાર / '27 વર્ષ બાદ પણ ગુજરાતમાં સારી સરકારી શાળા નથી' : ભાવનગરની શાળાની મુલાકાત બાદ મનીષ સિસોદિયાનું નિવેદન

Vishnu

Last Updated: 09:01 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીતુ વાઘાણીના નિવેદન બાદ સિસોદિયા ગુજરાતમાં, શાળાની હાલત જોઇ કહ્યું 'ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી'

  • શિક્ષણ પર રાજકારણ!
  • દિલ્લીના શિક્ષણમંત્રીની ભાવનગર મુલાકાત 
  • ખંડેર શાળાઓએ ખોલી શિક્ષણ વ્યવસ્થાની પોલ 

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરતી સરકારની અન્ય રાજ્યના શિક્ષણમંત્રી આવી પોલ ખોલી જાય.તેનાથી મોટી ગુજરાત માટે શર્મસાર કરતી બીજી ઘટના શું હોઈ શકે. શિક્ષણમંત્રી જીતુ વઘાણીના અન્ય રાજ્યમાં સર્ટિ લઈ ભણવા જતા રહેવાના નિવેદન બાદ શિક્ષણ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે ત્યારે, સોમવારે દિલ્લીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા જીતુ વાઘાણીના જ મત વિસ્તારમાં શાળાઓની સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. તો જે દ્રશ્યો સામે આવ્યા.તે ગુજરાતના શિક્ષણમંત્રીની બોલતી બંધ કરનારા હતા.જે બાદ સિસોદિયાએ વાર કર્યા હતા કે શાળાની સ્થિતિ સુધારવી એ કોઈ રોકેટ સાયન્સ નથી.

27 વર્ષ બાદ પણ સારી શાળા આપવામાં ન આવી : સિસોદીયા
2022ની ચુંટણી પહેલા રાજ્યમાં શિક્ષણનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.ત્યારે આજે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી એ ગુજરાતના શિક્ષણમંત્રી જીતું વાઘાણીના મત વિસ્તારમાં શાળા વિઝીટ બાદ પત્રકાર પરિસદને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું સાશન છે.થોડા દિવસો પહેલા જીતુ વાઘાણીએ શાળા અંગે જે નિવેદન આપ્યું હતું તેથી થયું કે ગુજરાતની શાળાઓ  દમદાર હશે, તે શાળાઓ જોવા માટે હું ગુજરાત આવ્યો અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિસ્તાર ભાવનગરની શાળાની મુલાકાત લીધી.તો જોવા મળ્યું કે શાળામાં ટીચર્સ નથી, શિક્ષકને 1 મહિનાના પગાર પર રાખે છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે. વાઘાણી પર વાર કરતાં સિસોદિયાએ વધુમાં કર્યું હતું કે શિક્ષણ મંત્રીના હોમ ટાઉનમાં આવી પરિસ્થિતિ છે.જીતુ વાઘાણીની પ્રાઇવેટ શાળા અને કોલેજ પણ છે.જ્યાં સારું શિક્ષણ આપે અને સરકારી શાળામાં સુવિધાથી વંચિત છે.જે સાબિત કરે છે કે, તેમને પ્રાઇવેટ કોલેજ સ્કૂલ ચલાવતા આવડે પરતું સરકારી શાળાઓ ચલાવતા આવડતું નથી.

વાઘાણી દિલ્હીની શાળાઓની મુલાકાત લે: મનીષ સિસોદિયા
તો આ તરફ દિલ્હીની શાળાઓની સ્થિતિ અંગે જણાવતા કહ્યું હતું કે 2019માં આ કરતા પણ ખરાબ હાલત દિલ્હીની શાળાઓમાં હતી.જેનાથી પણ વધારે ખરાબ હાલત ગુજરાતની શાળાઓની છે.શિક્ષણમંત્રીના વિસ્તારમાં હું ગયો તો ભાજપ ગભરાઈને આજે ભાજપના સાંસદો દિલ્હીની સરકારી શાળાઓમાં ગયા. પરતું તેમને દિલ્લી શાળામાં અસફાઈ અને કરોડિયાના ઝાળા ક્યાંય ન જોવા મળ્યા.હું ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને હું દિલ્હીમાં આવવા આમંત્રણ આપું છું. આવો આવીને જોવે કે ત્યાં કેવી રીતે કામગીરી થાય છે.આજે દિલ્લીની એકપણ શાળામાં ભાજપને ખામી ન મળી, શિક્ષણ પર રાજનીતિ થઈ રહી છે તેની ખુશી પણ વ્યક્ત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Gujarat Education Jitu Vaghani Manish Sisodia Reality Check school ગુજરાત શિક્ષણ ભાવનગર મનીષ સિસોદિયા રિયાલિટી ચેક શાળા Gujarat Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ