Stale bread is a blessing for those who go to the gym and for diabetics, knowing the benefits, start eating today
તમારા કાયમનું /
જિમ જનારા અને ડાયાબિટીસ દર્દી માટે વરદાન સમાન છે વાસી રોટલી, ફાયદા જાણીને આજે જ ખાવા લાગશો
Team VTV11:36 AM, 16 Oct 21
| Updated: 01:30 PM, 16 Oct 21
વાસી રોટલી ખાવાના આ ફાદાઓ તમને ચોક્કસપણે ખબર નહીં હોય તેને ફેંકીને બાગડો નહીં
દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવાય છે
ભારતમાં લગભગ 40 ટકા ખોરાક વેડફાય છે
વાસી રોટલી ખાવાના ઘણાં બધાં ફાદાઓ છે
ભારતમાં લગભગ 40 ટકા ખોરાક વેડફાય છે
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 40 ટકા ખોરાક વેડફાય છે. દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે. જેથી લોકોને ભૂખ અને ખાદ્ય સુરક્ષાની સમસ્યાથી વાકેફ કરી શકાય.
દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે
ઘણાં લોકોને રાત્રે બચેલો ખોરાક સવારે ડસ્ટબીનમાં ફેંકવાની ખરાબ ટેવ હોય છે. આ ખોરાક બગડેલો ન હોવા છતાં, લોકો તેને બેદરકારીથી ડસ્ટબિનમાં ફેંકી દે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 40 ટકા ખોરાક વેડફાય છે. દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે. જેથી લોકોને ભૂખ અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલી સમસ્યાથી વાકેફ કરી શકાય
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભ
ડોકટરોનું કહેવું છે કે, વાસી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી તમારા શરીરમાં સુગરનું સ્તર સંતુલિત રહે છે. તે શરીરને બળતરાની સમસ્યામાંથી પણ રાહત આપે છે.
હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણ કરે છે
વાસી રોટલી ખાવી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
એસિડિટીથીમાંથી પણ રાહત આપે છે
પેટની સમસ્યા, એસિડિટી અને કબજિયાતથી પીડાતા લોકોને વાસી રોટલીથી પણ રાહત મળી શકે છે. સવારે દૂધ સાથે તેનું સેવન કરવાથી તમે એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
જિમ જનારા લોકો માટે પણ ફાયદાકારક
બહુ ઓછા લોકો જાણતા હશે કે વાસી રોટલી જિમ જનારાઓ માટે પણ ફાયદાકારક છે વાસી રોટલી જેઓ જીમમાં બોડી બનાવવા મદદ કરે છે. તેમના માટે ઘણા ફાયદા છે. તમે તેના ફાયદાઓ વિશે જાણકાર જિમ ટ્રેનરને પૂછી શકો છો.
તાજી રોટલી કરતાં વધુ પૌષ્ટિક હોય છે વાસી રોટલી
વાસી રોટલી તાજી રોટલી કરતાં વધુ પૌષ્ટિક હોય છે, કારણ કે તેને લાંબા સમય સુધી રાખવાને કારણે તેમાં રહેલા બેક્ટેરિયા પણ સ્વાસ્થ્યને લાભ કરી શકે છે. જોકે, ખાસ ધ્યાન રાખો કે રોટલી 12 થી 16 કલાકથી વધુ સમય સુધી વાસી ન રહે.