ગુજરાતનો 'કુલદીપ' પાક.જેલમાં કાપી રહ્યો છે સજા,પરિવાર માગી રહ્યો છે ન્યાય..!

By : kavan 08:49 PM, 13 June 2018 | Updated : 08:49 PM, 13 June 2018
અમદાવાદ: જાસુસી એક એવું કામ છે જો દુશ્મન દેશના હાથે ચઢી ગયા તો પોતાના દેશની માટી પણ નસીબ નથી થતી. પછી તે પંજાબના સરબજીત હોય,રાજસ્થાનના રવિ કૌશિક હોય મહારાષ્ટ્રના કુલ ભુષણ જાધવ હોય કે પછી ગુજરાતના કુલદિપ યાદવ હોય. આજે વાત કરીશું ગુજરાતના એ જાસુસની જે છેલ્લા 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે અને પરિવાર આજે પણ તેમના સ્વદેશ પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે.
  
છેલ્લા 23 વર્ષોથી વધુ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહેલા ગુજરાતના જાસુસ કુલદિપ યાદવના પરિવારને. આ પરિવાર છેલ્લા 23 વર્ષથી કુલદિપ યાદવ ગુજરાતમાં પરત ફરે તેની આશા સરકાર પાસે સેવી રહ્યો છે. જોકે અટલબિહારી વાજપાઈ,મનમોહનસિંહ અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની સરકાર તેમને સ્વદેશ લાવવામાં નાકામીયાબ રહી છે.  

ઉલ્લેખનીય છે કે,કુલદીપ યાદવે ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1989માં દિલ્હીમાં નોકરી માટે જવાનું કહીને ઘરેથી ગયા હતા. જોકે યાદવ જૂન 1994થી જાસૂસીના આરોપસર પાકિસ્તાનના કબજામાં છે. કુલદીપને જાસૂસી કરવાના આરોપસર 25 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તેમણે પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા એક માછીમાર સાથે પત્ર મોકલ્યો ત્યારે ખબર પડી કે કુલદીપ પાકિસ્તાનની જેલમાં બંધ છે. 

1 ફેબ્રુઆરી 2007ના રોજ ભારતીય હાઈકમિશન દ્વારા મોકલવામાં આવેલા એક પત્ર દ્વારા જાણ થઈ કે, કુલદીપ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ છે. જ્યાં એક સમયે 'સરબજીત'ને પણ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વકીલ એમ.કે પૌલ અને ફેમિલીએ કુલદીપને મુકત કરાવવા માટે એક લાંબી લડત શરૂ કરી હતી.ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2014માં કુલદીપને પરત લાવવા વિદેશ મંત્રાલયને આદેશ કર્યો હતો.

આપને જણાવી દઇએ કે,જે બાદ વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવી યાદવને વતન પરત લાવવા કાર્યવાહી કરવા વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે કુલદીપ યાદવની માતા માયાદેવીએ એડવોકેટ કિશોર પૌલ દ્વારા 2007માં અરજી કરી હતી.આ અરજીમાં આ અગાઉ વચગાળાના હુકમમાં કોર્ટે કુલદીપ યાદવની માતાને પ લાખ રૂપિયા ચૂકવવા સરકારને આદેશ કર્યો હતો. જોકે સોમવારે હાથ ધરાએલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્રસરકારને આ દિશામાં સકારાત્મ દિશામાં પગલા ભરવાનો આદેશ કરતા કુલદીપની બહેન રેખા યાદવને સરકારી નોકરી આપવાના પણ આદેશ કર્યા હતા.

મહત્વનું છે કે કુલદીપ યાદવને પાકિસ્તાન સરકારે 25 વર્ષની સજા કરી છે અને કુલદીપ યાદવે પાકિસ્તાનની જેલમાં 23 વર્ષ પુરા કરી નાખ્યા છે પણ માત્ર ત્રણ વર્ષ જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા આર્થિક સહાયને બદલે સરકારી નોકરી આપવા કેન્દ્રસરકારને આદેશ કરાયો છે. જોકે મુળ વાત જે કુલદિપ યાદવને ભારત પરત લાવવાની હતી તેના પર બ્રેક લાગી છે તે સરકાર સામે સવાલો ઉભા કરવા સમાન બની છે.

કુલદીપ યાદવના બહેન રેખા યાદવે કહ્યું કે છેલ્લા 23 વર્ષથી અમે કોંગ્રેસ સરકાર થી લઈ ભાજપ સરકાર સુધી  કુલદીપને સ્વદેશ પરત લાવવા માટે રજૂઆત કરી હતી.જોકે કોઈ પણ સરકારે આ દિશામાં ધ્યાન આપવાને બદલે માત્ર ખોટી તારીખો અને ખોટા આશ્વાસન જ આપ્યું છે.Recent Story

Popular Story