હેલો દોસ્તો..! હું જયેશ. મને ખબર છે ઓછું પરિણામ આવવાથી તમે હતાશ છો. ઓછુ પરિણામ આવનાર વિધાર્થીઓએ હતાશ ન થવું જોઈએ. નિષ્ફળ થવું એ સફળતાની શરુઆત છે. જે નિષ્ફળ થાય છે તે બમણી ઉર્જાથી આવનાર ભવિષ્યમાં સમાજને નવી દિશા ચીંધે છે. પુસ્તકિયા જ્ઞાનથી કોઈની સફળતા કે જીવનનું આંકલન ન કરી શકાય. સાચું જીવન તો માણસ દુનિયાદારીમાં પડે પછી શરુ થાય છે. આ બધુ મેં પણ મારી દુનિયાદારીમાં અનુભવ્યું છે.
માતા-પિતાએ પણ બાળકોને ટોર્ચર ન કરવું જોઈએ. માતા-પિતા બાળકોને આવા સમયે પ્રોત્સાહન આપવુ જોઈએ. બાળકને કહો કંઈ નઈ બેટા હવે પછી વધુ મહેનત કરજે. બાળકો કોમળ ફૂલ જેવા છે. જેમ વાળીએ એમ વળી જાય. સફરની અધવચ્ચે એમના પર હાવી ન થાવ. તેઓ વર્તમાનમાં જીવવાનું પસંદ કરે છે. એમને ખીલવા દો. બાકી આપ પણ જાણો જ છો કે જે લોકો નિષ્ફળ થયા છે જીવનમાં એજ આજે સફળતાના મુકામ પર છે. તમારી આસપાસ પણ આવા ઉદાહરણો જીવંત હશે.