બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Sparsh Mohotsav, spread over 40 lakh square feet, attracted attention with a vivid replica of Mount Girnar, which took about 3 months to make.

અમદાવાદ / 40 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલા સ્પર્શ મહોત્સવમાં ગિરનાર પર્વતની આબેહૂ પ્રતિકૃતિએ જમાવ્યું આકર્ષણ, બનાવતા 3 મહિના જેટલો લાગ્યો સમય

Vishal Khamar

Last Updated: 10:06 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે 90 એકર જમીનમાં જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અહિયા ગિરનાર પર્વત પર આવેલા નેમિનાથ મંદિરની આબેહૂ પ્રતિક્રૂતી પણ બનાવી છે.

  • અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું  આયોજન 
  • ગિરનાર પર્વત પર આવેલા નેમિનાથ મંદિરની આબેહૂ પ્રતિક્રૂતી પણ બનાવી
  • વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન કરાશે

 પ્રમુખ સ્વામી મહોત્સવની રૂડી પૂર્ણોહુતિ બાદ હવે અમદાવાદના આંગણે બીજા મોટા ધાર્મિક પ્રસંગ શરૂ થઈ ગયો છે. 15 જાન્યુઆરીથી GMDC ગ્રાઉન્ડમાં જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવ શરૂ થઈ ગયો છે.  આ મહોત્સવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૈન સંત અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ કરવામાં આવશે. 15 થી 26 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાનારા આ પ્રસંગની ભવ્ય ઉજવણીમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે. 

90 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં યોજાયો છે સ્પર્શ મહોત્સવ
સ્પર્શ મહોત્સવ 40 લાખ ચોરસ ફૂટ જગ્યા એટલે કે 90 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં યોજયો છે. આ કાર્યક્રમની ભવ્યતા સ્થળની એન્ટ્રીથી જ શરૂ થાય છે. 1,500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો શાહી દરવાજો મુલાકાતીઓનું સ્વાગત કરશે. અને ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ પણ સ્થળ પર બનાવવામાં આવી છે.  જે અહિયા એક આકર્ષકનું કેન્દ્ર બન્યુ છે. ગિરનાર તીર્થની પ્રતિકૃતિનું કામ છેલ્લા 3 મહિનાથી યુનિવર્સિટીના મેદાનમાં આકાર લઈ રહ્યું હતું.. આ પર્વતનું નિર્માણ સ્પર્શ મહોત્સવ સમિતિ દ્વારા લોખંડ, વાંસ, બાલી, લાકડા, પ્લાસ્ટર ઓફ પેરીસ અને કપાસમાંથી કરવામાં આવ્યું છે.

દિવ્યાંગો અને બાળકો માટે ડોલી વાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
100 ફૂટની ઉંચાઈ પર 300×300 ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જેના પર હજારો ભક્તો દર્શન કરી શકશે. આ ઉપરાંત ભગવાનના અલૌકિક જિનાલયની અદભુત વ્યવસ્થા છે. જિનાલયની આસપાસ 108 સુંદર ડેરીઓ બનાવવામાં આવી છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતને 100 ફૂટની ઉંચાઈ સુધી લઈ જવા માટે અલગથી રેમ્પ બનાવવામાં આવ્યો છે. આ સાથે દિવ્યાંગો અને બાળકો માટે ડોલી વાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહારાજનું જીવન દર્શન જોવા માટે ભક્તો રાહ જોઈ રહ્યા હતા
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે જ્યારથી આ સ્પર્શ મહોત્સવની વાત સાંભળી ત્યાર થી અમે અહિયા સેવા આપવા અને અહિયા આવવા માટે અમે જેન ધર્મ ના લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું અને અહીના આકર્ષણો જોવા માટે સાથે મહારાજનું જીવન દર્શન જોવા માટે અને તેમના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા.

ભગવાન નેમિનાથ નું મંદિર આકર્ષણનું કેન્દ્ર
સ્પર્શ મહોત્સવમાં અલગ અલગ આકર્ષનના કેન્દ્રો છે.. જેમાં ભગવાન નેમિનાથ નું મંદિર અને તેમા મૂકવામાં આવેલી ગિરનાર પર્વત પર ના મંદિરની આબેહૂબ મૂર્તિ એક આકર્ષક નું કેન્દ્ર બન્યુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ