બોલિવૂડ / સોનુ સૂદે અકસ્માતમાં જાન ગુમાવેલા Delivery Boy માટે કર્યું એવું કામ કે જાણીને વિશ્વાસ નહીં થાય

Sonu Sood talks with family of Food dilivery boy satish gupta who lost his life in road accident

જ્યારથી કોરોનાને કારણે લોકડાઉન થયું છે ત્યારથી સોનુ સૂદ પ્રવાસી મજૂરો સહિત અનેક જરૂરિયાતમંદોની મદદ કરી તેમનો મસીહા બની ગયો છે. તે સતત લોકોની મદદ કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ મુંબઈના ઓશિવારામાં ફુલ સ્પીડે જતી મર્સીડીઝ બેન્ઝથી 19 વર્ષીય સતીશ ગુપ્તા નામના યુવકનું મોત થઈ ગયું. યુવક એક ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોમાં કામ કરતો હતો. યુવકની અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એવા સમયે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે સતીશ ગુપ્તાના પરિવારનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાત કરીને તેમને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ