બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Smriti Irani demands apology from Congress for Adhir Ranjan Chowdhury's Rashtrapati remark

વિરોધ / કોંગ્રેસ નેતા દ્વારા રાષ્ટ્રપતિ માટે અશોભનીય શબ્દપ્રયોગ: ભાજપની મહિલા સાંસદોએ કર્યો હોબાળો, કહ્યું માફી માંગો

ParthB

Last Updated: 11:54 AM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ સાંસદ અધીર રંજન દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી બાદ હંગામો ચાલુ છે. ત્યાં આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા 
  • કોંગ્રેસે માફી માંગવી જોઈએ-સ્મૃતિ ઈરાની
  • ભાજપના સાંસદોએ સંસદમાં પ્રદર્શન કર્યું

દેશના પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મૂ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે ભાજપ આક્રમક બની ગયું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેને દેશનું અપમાન ગણાવ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દ્રૌપદી મુર્મૂ કોંગ્રેસ પાર્ટીની નફરત અને ઉપહાસનો શિકાર બની ગઈ છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા 

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કોંગ્રેસ પાર્ટીએ તેમને કઠપૂતળી કહ્યા. એક આદિવાસી મહિલા આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદને શોભે છે તે વાત કોંગ્રેસ હજુ પણ સ્વીકારવામાં અસમર્થ છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત ગૃહના નેતા અધીર રંજને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે શરમજનક નિવેદન છે. આ સંબોધન એ સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમા વિરુદ્ધ છે, ત્યારે પણ કોંગ્રેસના આ પુરુષ નેતાએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું.

કોંગ્રેસે માફી માંગવી જોઈએ-સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સોનિયાજીની અધ્યક્ષતામાં કોંગ્રેસે મૂલ્ય વિહીન સંસ્કારોથી બંધારણને નુકસાન પહોંચાડ્યું છે. સંસદમાં અને રસ્તા પર કોંગ્રેસ અને તેમના નેતાઓએ દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી અને દેશની માફી માંગવી જોઈએ.

દેશ અને દુનિયા જાણે છે કે કોંગ્રેસ મહિલા વિરોધી પાર્ટી છેઃ સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશ અને દુનિયા જાણે છે કે કોંગ્રેસ આદિવાસી વિરોધી, ગરીબ વિરોધી અને મહિલા વિરોધી છે. પરંતુ કોંગ્રેસનું પતન એ હદે થયું કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આદિવાસી અને ગરીબ પરિવારની મહિલાનો આટલો અનાદર, તેની ગરિમા પર પ્રહાર કરે છે. 

માફી માંગવાનો સવાલ જ નથી: અધીર રંજન

બીજી તરફ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે માફી માંગવાનો સવાલ જ નથી. મેં ભૂલથી આ શબ્દ વાપર્યો હતો. હવે જો તમારે આ માટે મને ફાંસી આપવી હોય તો તમે કરી શકો છો...શાસક પક્ષ જાણી જોઈને કાવતરું કરીને આ મામલાને મોટું રૂપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ભાજપના સાંસદોએ સંસદમાં પ્રદર્શન કર્યું

સંસદમાં ભાજપના સાંસદોએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સામે વિરોધ કર્યો, વિડિયો ક્લિપમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ તેમની પાસેથી માફીની માંગણી કરી.

અધીર રંજન ચૌધરીએ પહેલાથી જ માફી માંગી છે.- સોનિયા ગાંધી  

બીજી તરફ કોંગ્રસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંગે કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીની ટિપ્પણી પર પહેલાથી જ માફી માંગી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Adhir Ranjan Chowdhury Controversial Statement Smriti Irani apology congress rashtrapati અધિર રંજન ચૌધરી કોંગ્રેસ માફી વિવાદીત ટિપ્પણી સ્મૃતિ ઈરાની smruti irani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ