બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / SL W vs IND W 2nd ODI : India thrash hosts by 10 wickets to clinch series

ક્રિકેટ / ભારતની દીકરીઓ પાછી ન પડે ! મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝ જીતી, બીજી મેચમાં શ્રીલંકાનો 10 વિકેટથી પરાજય

Hiralal

Last Updated: 08:34 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી મહિલા વનડેમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપીને ત્રણ મેચોની સિરિઝને જીતી લીધી છે.

  • ભારતીય મહિલા ક્રિકેટરોએ રંગ રાખ્યો
  • બીજી વનડેમાં શ્રીલંકાને આપ્યો 10 વિકેટથી પરાજય
  • ત્રણ મેચની સિરિઝમાં 2-0થી આગળ 
  • સ્મૃતિ મંધાનાએ અણનમ 94 રન બનાવ્યા 
  • શેફાલીએ ફટકાર્યાં 71 રન 

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રણ મેચોની સિરિઝમાં ભારતીય મહિલા ટીમે દમદાર પ્રદર્શન કરી દેખાડ્યું છે. બીજી વનડેમાં શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપીને સિરિઝ પોતાને નામે કરી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો આ નિર્ણય સાચો સાબિત થયો. પહેલી ઓવરમાં જ શ્રીલંકાઈ ઓપનર હસીની પરેરાને ભારતીય બોલર રેણુકાસિંહે બોલ્ડ કરી દીધો હતો. 

શ્રીલંકાએ કર્યાં 173 રન, ભારતે 25 ઓવરમાં કરી નાખ્યાં 174 રન 
પહેલા બેટિંગ કરીને શ્રીલંકન ટીમે 50 ઓવરમાં 10 વિકેટના નુકશાન પર ફક્ત 173 રન બનાવ્યાં હતા.  ભારતને 174 રનનો પીછો કરવામાં કોઇ સમસ્યા નડી ન હતી કારણ કે સોમવારે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં દસ વિકેટે વિજય મેળવ્યો હતો.  રેણુકા સિંઘે ચાર વિકેટ ઝડપીને પુનરાગમન કરતાં ભારતે ત્રણ મેચની શ્રેણીની ચાલી રહેલી બીજી વન ડેમાં શ્રીલંકાને 173 રનમાં સમેટી લીધું હતુ. ભારત તરફથી દીપ્તિ શર્મા અને મેઘના સિંઘે પણ બે વિકેટ ઝડપી હતી. યજમાનો તરફથી અમા કંચનાએ સૌથી વધુ 47 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા હરમનપ્રીત કૌરે સોમવારે ત્રણ મેચોની શ્રેણીની બીજી વનડેમાં શ્રીલંકા સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત ચાલુ શ્રેણીમાં અનુપલબ્ધ લીડ મેળવવાનો પ્રયત્ન કરશે કારણ કે ટીમે પ્રથમ વનડે ચાર વિકેટથી જીતી લીધી હતી. 

મંધાનાએ 94 રન અને શેફાલીએ 71 રનની દમદાર ઈનિંગ ખેલી 
ભારતે 25.4 ઓવરમાં 174 રનનો પીછો કરતાં શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવતા શ્રેણી પોતાના નામે કરી લીધી છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ભારતીય ઓપનિંગ જોડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મંધાના 83 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 94 રને અણનમ રહી હતી જ્યારે શેફાલીએ 71 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 71 રન કર્યા હતા.

વનડે સિરિઝ જીતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 
બીજી વનડેમા જીતની સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. તો ટી-20 શ્રેણી જીત્યા બાદ ભારતે વન-ડે શ્રેણી પણ જીતી લીધી છે.

પહેલી વનડમાં પણ થઈ હતી ભારતીય ટીમની જીત

ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને તે ત્યાં ત્રણ મેચોની સિરિઝ રમી રહી છે. પહેલી અને બીજી વનડમાં ટીમ ઈન્ડીયાની જીત થઈ છે તેથી સિરિઝ ભારતે જીતી લીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

India Women vs Sri Lanka Women India vs Sri Lanka ODI india vs sri lanka ભારતીય મહિલા ક્રિકેટ મહિલા ઈન્ડીયા અને શ્રીલંકા વનડે SL W vs IND W 2nd ODI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ