બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / રાજકોટ / Sidsar Umiyadham President Jairam Patel exclusive conversation with VTV

ખેલ ખુરશીનો / EXCLUSIVE ઈન્ટરવ્યુ: હાર્દિક-અલ્પેશ આંદોલનના નેતા... કાલે ક્યાં હશે તે નક્કી નહીં: સિદસર ધામના પ્રમુખે જુઓ શું કહ્યું

Malay

Last Updated: 02:00 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે દરેક પક્ષોએ ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી છે. તેવામાં સૌરાષ્ટ્રની રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજે દાવો માંડ્યો છે. આ મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી છે.

  • ચૂંટણીને લઈ વિવિધ સમાજોએ પ્રતિનિધિત્વની કરી માગણી
  • સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલની VTV સાથે એક્સલુઝિવ વાતચીત
  • રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજે માંડ્યો દાવો
  • રૂપાણી લડવાના ન હોય તો પાટીદાર સમાજને ટિકિટ મળવી જોઈએ: જયરામ પટેલ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ચૂંટણી માહોલ જામી ગયો છે અને ટિકિટના દાવેદારો પણ સોગઠાં ગોઠવવામાં લાગી ગયા છે. એક બાજુ ભાજપમાં ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા જ્ઞાતિ અગ્રણીઓની માગ ઉઠી છે. રાજકોટ પશ્ચિમની બેઠક પર પાટીદાર ઉમેદવારની માંગ તેજ બની છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામના નરેશ પટેલના લોબિંગ પછી સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનો સૂર ઉઠ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ થયું છે. રાજકોટ પશ્ચિમ સહિત સૌરાષ્ટ્રમાં 10 ટિકિટ કડવા પાટીદારને ફાળવવાની માંગ ઉઠી છે.

જયરામ પટેલ સાથે VTVની ખાસ વાતચીત
કડવા પાટીદાર સમાજના અગ્રણી જયરામ પટેલ દ્વારા રાજકોટ પશ્વિમ, ધોરાજી, જામજોધપુર, મોરબી સહિત 10 બેઠકો પર કડવા પાટીદાર સમાજને પ્રાધાન્ય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલએ VTV સાથે એક્સલુઝિવ વાતચીતમાં જણાવ્યું કે, વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી લડવાના હોય તો અમે તેમના સમર્થનમાં છીએ, પરંતુ જો વિજય રૂપાણી લડવાના ન હોય તો પાટીદાર સમાજને ટિકિટ મળવી જોઈએ.

'પાટીદારને મળવી જોઈએ રાજકોટ પશ્ચિમ બેઠકની ટિકિટ'
જયરામ પટેલે જણાવ્યું કે, 'હાર્દિક-અલ્પેશ આંદોલનના નેતા છે, આજે અહીંયા છે કાલે ક્યાં હશે તે નક્કી નથી. રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ટિકિટની અમે માંગણી કરી છે. આ સીટ પર પાટીદારોના સવા લાખ જેટલા મત છે. આજદિન સુધી વિજયભાઈ લડતા હતા, અહીંથી નરેન્દ્રભાઈ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે પણ વિજયભાઈ લડવાના હોય તો અમને કોઈ વાંધો નથી, વિજયભાઈ ન લડવાના હોય તો અમારી માંગણી છે કે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. ' 

પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધુ ભાર મૂકી રહી છે BJP
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વખતે પણ ભાજપ પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધુ ભાર મૂકી રહી છે. કારણ કે ભાજપને એ વાતનો અંદાજો છે કે, ગુજરાતમાં પાટીદાર સમાજની એકતા વધારે મજબૂત છે. આથી જો ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જો ફોકસ આપીશું તો ચૂંટણીમાં જીત મેળવવી વધારે સરળ થઇ જશે.  કારણ કે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફી કરવા જરૂરી છે.

2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ હવે ભાજપ કરવા નથી માંગતું
તમને જણાવી દઇએ કે, ભાજપ આ વર્ષે 2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ નથી કરવા માંગતું. કારણ કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. ભાજપ કરતા કોંગ્રેસના ફાળે વધારે સીટો આવી હતી. 2017માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટો આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી. આથી ભાજપ આ વર્ષે ફરી એવી ભૂલ કરવા નથી ઇચ્છતું.

PM મોદીનું મિશન પાટીદાર
નોંધનીય છે કે 2022ની બાજીમાં પાટીદારોને પોતાની તરફ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ અત્યારે નહીં મહિનાઓ પહેલાથી પ્રયાસ શરૂ કરી દીધા હતા, પહેલા સરકાર પાટીદારને સોંપવામાં આવી પછી પાટીદારોને લગતા અનેક કાર્યક્રમોમાં PM મોદીએ હાજરી આપી. ચૂંટણી જાહેર થઈ તેના 6 8 મહિના પહેલાથી જ પીએમ મોદીએ સૌરાષ્ટ્રના ગાંઠીલા, સુરતમાં પાટીદાર બિઝનેસ સમિટ સહિત અનેક કાર્યક્રમ કર્યા. ચૂંટણી નજીક આવી ત્યારે સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મોટા કાર્યક્રમ કર્યા જેનાથી સ્પષ્ટ થાય છે કે જૂની વોટ બેન્કને પોતાની તરફ કરવા માટે પ્રધાનમંત્રીએ પોતે એડીચોટીનું જોર લગાવ્યું છે. જોકે હવે જોવાનું એ રહે છે કે મતદાન વખતે પાટીદારો કોને પાવર અપાવવા માટે વોટ આપવા જાય છે.

જુઓ ગુજરાતમાં પાટીદારોનો કેટલો પાવર ?
ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી રહેલી છે. પરંતુ એ જ 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં (2017) માં ભાજપથી રિસાઇ જતા ભાજપે સૌરાષ્ટ્રમાં માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા અને આખાય દેશમાં ગુજરાતમાં ડંકો વગાડનાર ભાજપ 100ના આંકડાને પણ પાર ન હોતું કરી શક્યું. 2012માં 115 સીટ જીતનારી ભાજપ 2017માં 99એ અટકી ગઇ હતી. બીજું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની નારાજગીના કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

આ સિવાય 2017માં આંદોલનના કારણે પાટીદાર સમાજે કોંગ્રેસને વોટ આપીને કોંગ્રેસને અનેક સીટો પર જીતાડી હતી. 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાટીદારોનો બીજો ગઢ ગણાતા સુરતમાં પાટીદારોએ આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડી હતી. જેથી કોંગ્રેસ-ભાજપ જો કદાચ પાવર ન બતાવે તો ક્યાંક AAP પણ સૌરાષ્ટ્રમાં પાવરફૂલ ન બની જાય તેની ભાજપ હવે આગોતરી તૈયારી કરી રહ્યું છે. આથી ગુજરાતમાં એમ કહી શકાય કે પાટીદારોના પાવરની જો વાત કરીએ તો પાટીદારોની વસ્તી ભલે 15 ટકા હોય પણ ચૂંટણી ટાણે કોઇ પણ પક્ષ તેમની અવગણના કરી શકે નહીં.

 

બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ